રાજ્યમાં આજે ફરી એકવાર વેક્સિનેશનની પ્રક્રિયા બંધ, જાણો કારણ

વેક્સિન લેવા જવાનો વિચાર કરતા હોય તો માંડી જ વાળજો

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઈરસની સંભવિત ત્રીજી લહેરની ભીતિને પગલે રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. પરંતુ રાજ્યમાં આજે વેક્સિનેશનની પ્રક્રિયા બંધ રહેશે. બીજી બાજુ કોરોનાથી બચવા લોકો રસી લેવા ઉત્સુક છે. આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં હવે લોકો સામે ચાલીને રસીકેન્દ્ર પર જઇ રહ્યાં છે પરંતુ રસીનો જથ્થો જ ઉપલબ્ધ ન હોવાથી લોકોને પરત ફરવું પડે છે.

આપને જણાવી દઈએ કે આજે મમતા દિવસ હોવાથી રસીકરણ બંધ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મમતા દિવસને લઈને રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ તથા મેડિકલ સ્ટાફ મમતા દિવસની કામગીરીમાં રોકાયેલો હોવાથી રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલી રહેલા મહાઅભિયાન રસીકરણ અગાઉ બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર તા. 7, 8 અને જુલાઈ દરમિયાન સતત ત્રણ દિવસ રાજ્યમાં રસીકરણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ મમતા દિવસની ઉજવણીના નામે રાજ્યભરમાં રસીકરણ બંધ રખાઇ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મમતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

 17 ,  1