શેરબજારે તમામ રેકોર્ડ તોડી દીધા, સેન્સેક્સ પહેલી વખત 60,000ને પાર

નિફ્ટી 93.30 અંકની તેજી સાથે 17916.30 પર ટ્રેડ

શેરબજારે ઇતિહાસ રચી દીધો છે. આજે સવારે 338 અંકના ઉછાળા સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ 60,000નો આંકડો પાર કરી દીધો છે. પહેલી વખત સેન્સેક્સે 60,000ની સપાટી ક્રોસ કરી દીધી છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ખાતે નિફ્ટી 93.30 અંકની તેજી સાથે 17916.30 પર ટ્રેડ થઇ રહી હતી.

સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ભારતીય શેર બજારમાં શુક્રવારે કડાકો બોલે તો તેના માટે ‘બ્લેક ફ્રાઈડે શબ્દ પ્રચલિત છે અને બજારે અનેકવાર બ્લેક ફ્રાઈડે જોઈ પણ લીધો છે. વર્તમાન સંજોગોમાં સેન્સેક્સ 60,000ની સપાટી પર પહોંચી ગયો છે આ સાથે જ 24 સપ્ટેમ્બરની તારીખ શેરબજાર માટે ઐતિહાસિક બની ગઈ છે અને તેને માર્કેટમાં ગુડ ફ્રાઈડે તરીકે હમેશા યાદ રાખવામાં આવશે.

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના નિખિલ ભટ્ટે કહ્યું કે માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે તેના કારણે અગાઉ જેઓ રોકાણ નહોતા કરી શક્યા તેઓ પણ હવે પોતાની ફિક્સ ડિપોઝિટીમાંથી રૂપિયા કાઢી શેરબજારમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. નાના રોકાણકારો મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં રોકાણ કરી રહ્યા છે તે જોતાં સેન્સેક્સ 60,000 અને નિફ્ટી 18,000 થઈ શકે છે. આ સાથે જ જો આવતા દિવસોમાં નિફ્ટી 17,500નું લેવલ ન તોડે તો 18,200નો નવો હાઇ પણ જોવા મળી શકે છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી