શેરબજારમાં નરમાઈ, સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ગબડ્યો

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 214 પોઇન્ટ એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 51,889.73ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 58 અંક એટલે કે 0.58 ટકાના ઘટાડા સાથે 15,255.00 ના સ્તર પર ખુલ્યો.

ગઇકાલના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 15320 ની નીચે બંધ થયા અને સેન્સેક્સ 52104.17 પર બંધ થયો હતો. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 49.96 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 1.20 અંકોનો ઘટાડો જોવાને મળ્યો હતો.

વૈશ્વિક બજાર આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકા અને એશિયામાં મોટાભાગના બજારોમાં નરમાશ નજરે પડી રહી છે. Dow Jones 64 અંક મજબૂતી સાથે બંધ થયો છે, જયારે SGX Nifty 79 અંક નીચે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 64.35 અંક એટલે કે 0.20 ટકાની મજબૂતીની સાથે 31,522.75 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 47.97 અંક ઘટાડાની સાથે 14,047.50 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ નજીવો તૂટીને 3932.59 ના સ્તર પર બંધ થયા છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર