શેર બજારના બિગ બુલ ઝુનઝુનવાલાની એરલાઈન્સ આકાસાને મળી પાંખ

ઉડ્ડયન મંત્રાલયે ‘Akasa Air’ને આપ્યું NOC

ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ ગણાતાં માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આકાસા એરની યોજના આગામી વર્ષ 2022ની ગરમીઓમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાસા બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધી આકાસા એરલાઈન અંગે વધારે જાણકારી સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એરલાઈનનું ભાડું અન્ય એરલાઈન્સ કરતાં ખુબ જ સસ્તું હશે. અને આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે 247.50 કરોડ રૂપિયા એટલે કે 40 ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

એવી ખબર પણ સામે આવી રહી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ પહેલાં હપ્તામાં 43.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. અને રાકેશ ઝુનઝુનવાલા તરફથી જ આ રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈના એક રોકાણકાર અને ન્યૂ હોરાઈઝન ઈન્વેસ્ટમેન્ટ ફંડના સંસ્થાપક માધવ ભટકુલીએ આકાસા એરમાં 17 ટકા માટે 6.24 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

 99 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી