પ્રાંતિજ ખાતે શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન સત્યનારાયણની કથા યોજાઇ

રુદ્રાક્ષ શ્રવણયાત્રા દ્રારા સંકલ્પ પુણ થતા કથાનુ આયોજન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે રુદ્રાક્ષ શ્રવણયાત્રા ગુપ દ્રારા વૈષ્ણદેવી યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ અને યાત્રા કોઈ પણ પ્રકારના વિધ્ન વગર પૂર્ણ થતા ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી.

તાજેતરમાં જ રુદ્રાક્ષ ગુપ દ્રારા શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજના ગામો માથી સમાજના ભાઇ-બહેનોને શ્રવણ યાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા આ વર્ષે શ્રી વૈષ્ણદેવી ખાતે લઇ જવામા આવ્યા હતા. ત્યારે રુદ્રાક્ષ ગુપ દ્રારા શ્રવણ યાત્રા શાન્તિ મંય રીતે પૂર્ણ થતા રુદ્રાક્ષ ગુપ દ્રારા પ્રાંતિજ ખાતે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ હોલંમા ભગવાન સત્યનારાયણની કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ ખાતે રહેતા સમાજના ભાઇઓ દ્રારા ભગવાન સત્યનારાયણની કથાનો લાભ લીધો હતો અને પ્રસાદ લઇને ધન્યતા અનુભવી હતી.

 9 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી