ભાઇપુરા વાર્ડમાં સૌથી પ્રબળ દાવેદાર યુથ કોંગ્રેસના પ્રમુખ રવિ ગુપ્તા

રવિ ગુપ્તાને મનપા ચૂંટણીમાં મેદાને ઉતારવામાં આવે તેવી શક્યતા

આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઇ પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સત્તાધીશ પાર્ટી તેમજ વિરોધ પક્ષે પોત પોતાન ઉમેદવારો મેદાને ઉતારી રહ્યા છે. ભાજપે પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. જો કે કોંગ્રેસમાં હજુ કેટલાક ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે ક્યાંક વિખવાદને કારણે હજૂ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી.

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ભાજપે તમામ ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ જણાવી રહ્યું છે. ત્યારે આ વચ્ચે શહેરના ભાઇપુરા વોર્ડમાં કોંગ્રેસ તરફથી રવિ ગુપ્તાનું નામનું સૌથી પ્રબળ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં જોડાયેલા રવિ ગુપ્તાએ અનેક સેવાભાવી કાર્યો કર્યા છે. રવિ ગુપ્તા અમરાઇવાડી વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ પણ છે. ત્યારે ચુંટણીના માહોલ વચ્ચે ભાઇપુરા વોર્ડમાં કોણે ટિકિટ મળશે તેને લઇ અટકળો શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ રવિ ગુપ્તાની સરાહનિય કામગીરી જોઇને તેમણે ટિકિટ આપવાની ભલામણ કરી હતી. દિનેશ શર્માએ રવિ ગૃપ્તાના કાર્યથી વાકેફ છે ત્યારે તેમણે ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

જણાવી દઇએ, રવિ ગુપ્તાના હસ્તે વોર્ડમાં ગરીબો, વંચિતો તેમજ પ્રાથમિક સુવિધાઓ જેવી અનેક સમસ્યાઓનું નિવાકરણ લાવી વિકાસના કામો કર્યા છે. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનમાં તેમણે અનેક જરૂરિયાત તેમજ લાચાર લોકાના વ્હારે આવી સેવાના કાર્યો હતો. મહામારી સમયમાં રવિ ગુપ્તાએ રાશન, ભોજન, ચા-પાણી, નાસ્તો સહિતની સુવિધા જરૂરતમંદો, નિરાધારો વૃધ્ધો, શ્રમિક પરિવારોને પુરી પાડી હતી.

કોરોના સંક્રમણ થતાં જ અચાનક આવી પડેલા લોકડાઉનમાં શ્રમિકોની હાલત કફોડી બની હતી. એવા સમયે શ્રમિકો અને ગરીબોને જમાડવા માટે કોંગ્રેસ યુથ તરફથી રવિ ગુપ્તા આગળ આવ્યા હતી. અને ગરીબોના પેટનો ખાડો પૂર્યો હતો. 

અત્યારસુધીમાં રવિ ગુપ્તાએ અમરાઇવાડી વિસ્તારમાં અણગણિત કાર્યો કર્યા છે. ત્યારે આગામી ચૂંટણીમાં તેમને ટિકિટ મળે તેવી પ્રબળ દાવેદારી કરામાં આવી રહી છે. હાલ ટિકિટ માટે તેમના નામની ચર્ચા થઇ રહી છે.


 145 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર