સુરતમાં ત્રીજી આપઘાતની ઘટના, માનસિક તાણમાં આવેલી વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લીધી

કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

સુરત શહેરમાં સતત ત્રીજી આપઘાતની ઘટના સામે આવી છે. કતારગામ, બેગમપુરા બાદ સરથાણામાં એક વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. મૂળ પાલીતાણાના વતની હાલ સુરતના સરથાણાના યોગી ચોક ખાતે યોગી નગર સોસાયટીમાં રહેતી હાર્મી મુકેશભાઈ વઘાસિયા અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં એફવાય બીકોમમાં એડમિશન લીધું હતું. જોકે કોરોના લઈને અભ્યાસ પર પડતી અસરને લઇ માનસિક તાણમાં આવી વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

ઘટનાની વિગત મુજબ, સરથાણાના યોગી ચોક ખાતે યોગી નગર સોસાયટીમાં રહેતી 18 વર્ષીય હાર્મી મુકેશ વઘાસિયા માનસિક તાણ અનુભવતી હોવાથી ઝેરી દવા પીતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં મોતને ભેટી હતી.

આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પરિવાર પાસે ઘટનાની માહિતી મેળવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં હાર્મિએ માનસિક તાણમાં આવી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકડાઉનના કારણે અભ્યાસ બગડી રહ્યો હતો, જેને લઈને સતત માનસિક તણાવ અનુભવી રહી હતી. ઘરવા સભ્યો બહાર હોવાથી હાર્મિએ આત્મહત્યા કરવાનું વિચારી ઝેરી દવા પી લીધી હતી.

કતારગામ – બાંકડા પર બેસી 48 વર્ષીય આધેડે ઝેર પીધું

કતારગામમાં આવેલી સોસાયટીમાં રહેતા 48 વર્ષીય પોપટભાઈ ભગવાનભાઈ ગબાણી વેડરોડ ગુરુકૃપા કશ્યપ ફાર્મ નજીકમાં મૂકેલા બાંકડા પર બેસીને ઝેરી દવા પીને તેમના ભાઇને ફોન કર્યો હતો. જેથી તરત તેમના ભાઈ ત્યાં પહોંચી ગયા હતા અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

બેગમપુરા – લોકડાઉનમાં પગાર અડધો થતા આપઘાત

બેગમપુરામાં પંચમુખી હનુમાન મંદિર નજીક આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય ધર્મેશ મોહનલાલ મોદી ઘરના પહેલા માળેથી કૂદી પડતા 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને તેના કર્મચારીએ તેમને મૃત જાહેર કર્યા હતા. ધર્મેશભાઈ કુરિયરનું કામ કરતા હતા. જોકે, લોકડાઉન બાદ તેમનો પગાર અડધો થઈ ગયો હતો. આ સાથે તેઓ નાનપણથી સોરીયાસીસની બીમારીથી પીડાતા હતા

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર