September 26, 2022
September 26, 2022

બદથી બદતર હાલતમાં શિક્ષણની સજા ભોગવતા ભૂલકા એટલે કીફાયતનાગરના વિદ્યાર્થી

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાનું છેવાડાનું ગામ એટલે કિફાયતનગર. આ ગામની વાત કરીએ તો વર્ષ 2002માં થયેલા કોમી તોફાનો બાદ અસરગ્રસ્તોને અહીં જમીન ફાળવીને વસાવવામાં આવ્યા હતા. જીવન જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપવામાં આવ્યું હતું.

આ ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. પરંતુ, હજુ ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત છે, અને જોઈએ તેવો મુશળાધાર વરસાદ પણ પડ્યો જ નથી, એવામાં જ શાળાના મેદાનમાં ગંદકી અને પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. ત્યાં મચ્છરોએ માંઝા મૂકી છે, આવામાં મચ્છર જન્ય રોગોના ઉપદ્રવની સમ્ભાવના મોટા પ્રમાણમાં જોઈ શકાય છે.

પરંતુ ગામના સરપંચ નસીમ બાનું સફીભાઇ મેમણ દ્વારા હજુ સુધી કોઈ જ જાતના પગલા લેવામાં આવ્યા નથી. નસીમ બાનું માત્ર કહેવા પૂરતા માત્ર કાગળ ઉપર જ ગામના સરપંચ છે. નસીમ બાનું નામે ગામનો વહીવટ તેમના પતિ સફીભાઇ દ્વારા કરવામાં આવે છે. પરંતુ સફીભાઇ દ્વારા પણ આ બાળકોના સ્વાસ્થ્યને લઈને કોઈ જ દરકાર લેવામાં આવી નથી.

તો શું માત્ર વહીવટ કરવા પૂરતા જ સરપંચ તરીકે સ્થાન મેળવ્યું છે..?

ગામના ગરીબ થી અતિ ગરીબ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોની…? શું બિહારમાં થયેલ દુર્ઘટના ના પુનરાવર્તન ની સરપંચ કે વહીવટી તંત્ર રાહ જોઇને બેઠું છે…?

વધુ માં આ કિફાયતનગર ને હિંમતનગર ભાજપના ધારાસભ્ય રાજુભાઈ ચાવડા દ્વારા દત્તક લેવામાં આવ્યુ છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી