કાયદા પર રોક લગાવશો કે અમે લગાવી દઇએ : સુપ્રીમ કોર્ટ
ખેડૂત આંદોલનનો આજે 47મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમે ખેડૂત આંદોલનને લઇ સરકાર પર નારાજગી વ્યકિત કરી છે. ખેડૂતોએ રવિવારે 500 જૂથબાજોનો ડેટા તૈયાર કર્યો અને વકીલ પ્રશાંત ભૂષણ સાથે 3 કલાક ચર્ચા ચાલી. કોર્ટને જણાવાશે કે આંદોલનમાં માત્ર પંજાબ જ નહીં, પણ દેશભરના ખેડૂત સંગઠનો સામેલ છે
ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ સરકારને કહ્યું કે, જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે, તેનાથી અમે નિરાશ છીએ. અમને નથી ખબર કે સરકારની ખેડૂતો સાથે શું વાતચીત ચાલી રહી છે. સાથે જ પૂછ્યું કે, શું કૃષિ કાયદાને થોડોક સમય માટે અટકાવી શકાય છે?
47 , 1