જ્યાં સુધી નવો આદેશ ન મળે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર લગાવી રોક

સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો, ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી

ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

ચર્ચા દરમિયાન પિટીશનર વકીલ એમ એલ શર્માએ કહ્યું કે, ખેડૂતોનું કહેવું છે કે, ઘણાં લોકો આવીને ચર્ચા કરી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન સામે નથી આવતા. આ વિશે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે, અમે તેમને આ વિશે કશું ન કહી શકીએ.

કોર્ટ આજે આ વિશે ચુકાદો આપે તેવી શક્યતા છે. કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન સરકારના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસ એસ.એ બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે કહ્યું હતું કે- સરકાર કાયદા પર પ્રતિબંધ નહીં લગાવે તો અમે લગાવી દઈશું. સરકાર આ મુદ્દો સંભાળી નથી શકતી, તેથી હવે અમે જ કઈક એક્શન લઈશું.

 77 ,  1