September 26, 2022
September 26, 2022

‘આર્ટિકલ 15’ ને રાહત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સુપ્રીમ કોર્ટે ના પાડી

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘આર્ટિકલ 15’ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી છે. આ સાથે જ જજ એસ એ બોબડે તથા બી આર ગવઈની ખંડપીઠે અરજદાર ‘બ્રાહ્મણ સમાજ ઓફ ઈન્ડિયા સંસ્થા’ને કહ્યું હતું કે સંબંધિત ફોરમમાં અરજી કરે.

ઉલ્લેખનિય છે કે બ્રાહ્મણ સમાજ ઓફ ઈન્ડિયા સંસ્થા તરફથી નેમિનાથ ચુતર્વેદીએ અરજી દાખલ કરીને ફિલ્મનો વિરોધ કર્યો હતો કે ફિલ્મના જાતિ આધારિત સંવાદો સમાજમાં નફરત ફેલાવી શકે છે. સત્યઘટના પર આધારિત ગણાવીને ફિલ્મમાં ખોટી વાત કહેવામાં આવી છે અને સાચી ઘટનાને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી છે. જેનાથી જાતિ આધારિત સંવાદ આપત્તિજનક, અફવા ફેલાવનાર તથા સમાજમાં નફરત પેદા કરે તેમ છે.

અરજીમાં ફિલ્મના ટાઈટલ પર આપત્તિ પ્રગટ કરીને કહેવામાં આવ્યું હતું કે આનાથી બંધારણની કલમ 15 પ્રત્યે લોકો ખોટું માનશે. ભારત સરકારની પરવાનગી વગર ફિલ્મનું નામ ‘આર્ટિકલ 15’ રાખી શકાય નહીં. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સેન્સર બોર્ડને આદેશ આપવામાં આવે તે ફિલ્મ પ્રદર્શન માટેનું સર્ટિફિકેટ રદ્દ કરે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી