લોન મોરેટોરિયમ : 15મી નવેમ્બર સુધી નહીં લાગે લોનના વ્યાજનું વ્યાજ

સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં આમ આદમીને આપી મોટી રાહત

સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુદત સુવિધાનો લાભ લેનારા લોકોને 15 નવેમ્બર 2020 સુધી વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડશે નહીં. સાથે એમ પણ કહ્યું કે, 15 નવેમ્બર સુધી કોઈપણ લોન એકાઉન્ટને નોન-પરફોર્મિંગ એસેટ જાહેર કરી શકાશે નહીં, કારણ કે અમે તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.

આ પહેલા સુનાવણી દરમિયાન, સોલિસીટર જનરલ અને આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વતી હાજર રહેલાએડવોકેટ હરીશ સાલ્વેએ આ કેસની સુનાવણી મોકૂફ રાખવા વિનંતી કરી હતી. આ પછી કેસની સુનાવણી 2 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.

જણાવી દઇએ, કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવી દીધું હતું. તે સમયે ઉદ્યોગો સંપૂર્ણ બંધ હતા. તેથી જ ઉદ્યોગપતિઓ અને કંપનીઓ માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ હતી. ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં લોનના હપ્તા ભરપાઇ કરવી મુશ્કેલ હતી. આવી સ્થિતિમાં રિઝર્વ બેંકે લોન મોરટોરિયમની સુવિધા આપી હતી. 

લોન મોરેટોરિયમ એક એવી રાહત છે, જે હેઠળ કોરોના સંકટ ટાણે અસર પામેલા ગ્રાહકો અથવા કંપનીઓને રાહત આપવામાં આવી હતી. જેના હેઠળ ગ્રાહકો અને કંપનીઓની પાસે આ સુવિધા હતી કે, તેઓ પોતાના મંથલી EMIને ટાળી શકે છે. આ સુવિધા સાથે ગ્રાહકોને EMIમાં રાહત તો મળી જાય છે, પરંતુ તેઓ આગળ જઇને વધુ રૂપિયા ચુકવવા પડે છે.

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર