રૂપિયા મંતરવાનું કહી ઠગો 60 હજાર પડાવી ફરાર

સિવિલમાં પત્નીનું ઓપરેશન કરાવવા માટે આવેલા વૃદ્ધને ભોળવી બે ગઠિયા 60 હજાર લઈને ફરાર

બનાસકંઠાના આધેડ તેમની પત્નની ગાંઠ હોવાથી સિવિલ હોસ્પિટલ સારવાર માટે આવ્યા હતા. હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હોવાથી ત્યાં રોકાયા હતા. જો કે આધેડ ગુરુવારે સિવિલ જતા હતા ત્યારે બે શખ્સોએ તેમને વાતોમાં ભોળવી પૈસા મંતરી આપવાનું કહીને રૂ. 60 હજાર પડાવી લીધા. આ અંગે આધેડે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

બનાસકાંઠાના સુઈગામમાં રહેતા ખેડૂત ખોડાજી રાજપુતની પત્ની લીલાબેનને આંતરાડામાં ગાંઠ હોવાથી પાટણની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જો કે ત્યાના ડોક્ટરોએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવાનું જણાવ્યુ હોવાથી ગત 16 તારીખે ખોડાજી તેમની પત્નીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં કેન્સર વિભાગમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે લીલાબેનનું આતંરડાનું ઓપરેશન કરવાનું જણાવ્યુ હતુ. દરમિયાન 23 તારીખે લીલાબેનનું આંતરડાનું ઓપરેશન કરવામાં આવ્યુ હોવાથી દિકરો અને ભત્રીજો ત્યાં રોકાયા હતા. અને ખોડાજી હોસ્પિટલની સામે રાજપૂત ભવનમાં રોકાયા હતા.

દરમિયાન ગુરુવારે સવારનાં સમયે ખોડાજી રાજપૂત સમાજ ભવનથી ચાલતા ચાલતા હોસ્પિટલ જતા હતા ત્યારે તેમને બે શખ્સો મળ્યા હતા અને વાતોમાં ભોળવી દઈ ખોડાજીને બંન્ને શખ્સોએ દેવામાં છો તેમ કહીને એક રૂપિયો આપવાવાનું કહ્યુ હતુ. જેથી ખોડાજીએ એક રૂપિયાનો સિક્કો કાઢીને આપ્યો ત્યારે બંન્ને શખ્સ પૈકી એકે તે સિક્કાને મુઠ્ઠીમાં બંધ કરી કંઈક મનમાં બોલ્યો ત્યારબાદ ખોડાજીને મુઠ્ઠી ખોલવાનું કહેતા તે સિક્કો કંકુવાળો થઈ ગયો હતો. બાદમાં આ બંન્ને શખ્સોએ ખોડાજીને તમારી પાસે બીજા પૈસા છે તે આપો મંતરી આપુ તેમ કહીને ખોડાજી પાસેથી રૂ.60 હજાર લીધા હતા. ત્યારબાદ એક સફેદ પડીકામાં પૈસા મુકી થોડા સમયબાદ પડીકુ ખોડાજીને આપીને બંન્ને શખ્સો રીક્ષામાં બેસી જતા રહ્યા હતા.

ખોડાજી ચાલતા ચાલતા થોડા આગળ ગયા ત્યારે તેમણે તે પડીકુ ખોલીને જોયુ તો પડીકામાં પૈસાની જગ્યાએ કાગળના ડુચા હતા. જેથી ખોડાજી સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણતા તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બે શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 25 ,  1