September 20, 2021
September 20, 2021

પંજશીર ધરતી પર તાલિબાની ઝંડો…!

નોર્ધન એલાયન્સના ચીફ કમાન્ડરનું મોત

અફઘાનિસ્તામાં તાલિબાનોએ બંદૂકની અણીએ 15 ઓગસ્ટથી પંજશીર સિવાય તમામ પ્રાંતોમાં કબ્જો કરી લીધો હતો જ્યારે પંજશીર પ્રાંત તાલિબાને કડી ટક્કર આપી રહ્યું હતું પરંતુ આજે એક એવી તસ્વીર સામે આવી છે જે દર્શાવે છે કે ત્યાં તાલિબાને કબ્જો જમાવી લીધો છે જેમાં તાલિબાનનો ઝંડો લગાવેલો છે. બીજી તરફ તાલિબાની પંજશીર ગવર્નર ઓફિસની બહાર ઉભેલા દેખાઈ રહ્યા છે.

એનઆરએફના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદને ઠાર માર્યા છે. તાલિબાન તરફથી પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે કહ્યું કે અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતને પણ પૂરી રીતે જીતી લીધુ છે. ઉલ્લેખનીય છે કે પંજશીર આખરે પ્રાંત હતો. જેના પર તાલિબાનનો કબ્જો નહોંતો હતો. આ પહેલા 15 ઓગસ્ટે કાબુલ પર જીતની સાથે તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો હતો.

રવિવારે આ લડાઈમાં પંજશીરના મુખ્ય કમાન્ડર માર્યા ગયા છે. જેમાં સૌથી મુખ્ય ફહીમ દશ્તી છે. પત્રકાર રહી ચૂકેલા ફહીમ પંજશીરના પ્રવક્તા પણ હતા. આ ઉપરાંત મસૂદ પરિવાર સાથે જોડાયેલા કમાન્ડ પણ માર્યા ગયા છે. આમાં ગુલ હૈદર ખાન, મુનીબ અમીરી અને જનરલ વૂદાદ શામેલ છે. અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ જે ઘરમાં રોકાયા છે. તેના પર હેલિકોપ્ટર હુમલો થયો છે. સાલેહને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.

 53 ,  1