સામાન લેવા માટે કિશોરી ધાબા ઉપર ગઈ, બે યુવકોએ છેડતી કરી

એક નરાધમે કિશોરીના મોઢામાં આંગળા નાંખી કહ્યું હતું કે ચુપ ચાપ બેઠી રહે

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં સામન લેવા માટે કિશોરી ધાબા પર ગઇ હતી. ત્યારે બે યુવકો ઉપર પહોંચ્યા હતા. જે પૈકી એક નરાધમે કિશોરીના મોઢામાં આંગળા નાંખી કહ્યું હતું કે, ચુપ ચાપ બેઠી રહે. આ દરમિયાન એક પાટોશી ધાબા પર પહોંચ્યા હતા. જેને જોઇ બન્ને નરાધમ પલાયન થઇ ગયા હતા. આ મામલે ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક કિશોરી તેના ભાઈ સાથે ઘરનો સામાન લેવા માટે ધાબા પર ગઈ હતી. જોકે ભાઈ સામાન લઈને નીચે આવી રહ્યો હતો અને કિશોરી સામાન લઇ રહી હતી તે દરમિયાન બે નરાધમ યુવક ધાબા પર પહોંચી ગયા હતા. અને કિશોરીને પકડી ખૂણામાં લઇ જઇને તેની છેડતી કરી હતી.

કિશરી બુમાબુમ કરે તે પહેલાં જ  એક નરાધમે કિશોરીના મોઢામાં આંગળા નાંખી દીધા હતા અને કહ્યું હતું કે ચુપ ચાપ બેઠી રહે. આ દરમિયાન એક પાડોશી જોઈ જતા તેઓ પણ ધાબા પર પહોંચ્યા હતા. આસપાસમાં અન્ય રહીશોને જાણ થઈ જતાં મોટી સંખ્યામા લોકો એકઠા થઇ ગયા હતા.

જેમાં બંને નરાધમો ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બંને આરોપીઓ પહેલા કિશોરીના ઘરની નજીકમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ગોમતીપુર પોલીસે બન્ને પલાયન શખસને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં છેડતીના સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે. ઉપરાં બળાત્કારના કિસ્સા પણ સતત વધી રહ્યાં છે.

 14 ,  1