અરવલ્લી : ભારત માતાનું મંદિર જોવા આવવું પડશે ડેમાઈ ગામે !ગ્રામવાસીઓનો સંકલ્પ

એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ૩૭૦ નાબુદ કરી જનમાનસમાં કાયમી કરવા માટે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે આજના અખંડ ભારતના સંકલ્પ દિવસે પ્રજાના સહયોગથી ભારત માતાના મંદિરનું નિર્માણ કરવા માટે ડેમાઈ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સંકલ્પ કર્યો છે.

દેશની આઝાદીમાં યોગદાન આપનાર આઝાદીના લડવૈયાઓના ચિત્રો, પ્રતિમા, પ્રદર્શિત કરી રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરાનાર છે. સ્વાતંત્ર સેનાની અને દેશ માટે શહીદ થનાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ તેમજ અન્ય શહીદવીરોના તેમજ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી, ડો. બાબા સાહેબ આંબેડકર જેવા સ્વાતંત્ર વીરોને પણ યાદગીરી કાયમ કરી રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરાશે, આ મંદિરના નિર્માણ માટે સમગ્ર ગામમાંથી લોકફાળો એકઠો કરાશે. હમણાં જ દેશમાંથી 370ની કલમ દૂર કરી અખંડ ભારત કરવા માટેના દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહની યાદગીરી પણ ભારતમાતાના મંદિરની સાથે સાથે ઉજાગર કરાશે.

બારોટના ચોપડામાંથી ડેમાઈ ગામની ૭૦૦ વર્ષ પૂર્વે ઉત્પતિનો ઇતિહાસ પ્રાપ્ત થયેલ છે. ભાવિ પેઢી પોતાના ગામનો ઇતિહાસ સુપેરે માહિતગાર થાય તે માટે શિલાલેખ, ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજીમાં ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ આદિત્ય પ્રતિમા સાથે ઇતિહાસને કંડારાશે. ડેમાઈ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લેવાયેલા આ નિર્ણયના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર નિર્માણ અંદાજીત ખર્ચ 10 થી 15 લાખ રૂપિયા થનાર છે. આ નિર્ણયના કારણે ગ્રામજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અરવલ્લી જિલ્લાના સ્વાતંત્ર વીરોની યાદગીરીને પણ તાજી કરાશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી