પાલનપુર : હર ગંગેશ્વર મહાદેવનું મંદિર આસ્થા અને ભક્તિનું પ્રતિક

પાલનપુર તાલુકાના હાથીદરા ગામે આવેલું હર ગંગેશ્વર મહાદેવનું મંદિર પાંચ હજાર વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે. વનવાસ દરમિયાન પાંડવોએ અહીં રોકાણ કર્યું હતું, હર ગંગેશ્વર મહાદેવની સ્થાપના પણ કરી હતી. ગુજરાત અને રાજસ્થાનમાંથી લોકો વિશાળ મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ હર ગંગેશ્વર મહાદેવના સ્થાનકે આવી અને શીશ ઝુકાવે છે હર ગંગેશ્વર મહાદેવએ એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસ્યું છે. હર ગંગેશ્વર મહાદેવના સ્થાનકમાં શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

શ્રાવણ માસના દર સોમવારે અહીંયા મેળો ભરાય છે. અને ભક્તો આ પ્રાચીન મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હર ગંગેશ્વર મહાદેવ ના સ્થાનક મા પ્રાકૃતિક સૌંદર્યતા આકર્ષક છે અરવલ્લીની ગિરીમાળા વચ્ચે બિરાજમાન હર ગંગેશ્વર મહાદેવ એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસ્યું છે. અહીં શ્રાવણ માસમાં તો ભક્તોનું ઘોડાપુર ઉભરાય છે. શાળાના બાળકોને પ્રવાસ હોય અથવા કુટુંબ સાથે પણ હર ગંગેશ્વર મહાદેવમાં આવી મહાદેવના દર્શન કરી અને અહીં પરિવાર સાથે પણ આનંદ માણી શકાય છે પ્રાચીન મહાદેવ અને કુદરતી સાનિધ્યમાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

પાલનપુરથી પંદર કિલોમીટર દૂર બિરાજમાન હર ગંગેશ્વર મહાદેવ ગુજરાત સહિત રાજસ્થાનના શ્રદ્ધાળુઓમા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેથી એક પર્યટક ધામ તરીકે હર ગંગેશ્વર મહાદેવનો વિકાસ થઇ રહ્યો છે. જ્યારે અરવલ્લીની ગિરીમાળાઓ અને પ્રાકૃતિક કુદરતી સૌંદર્ય સાથે હર ગંગેશ્વર મહાદેવમાં એક અનોખી જ અનુભૂતિ થાય છે. શ્રદ્ધા ના આરાધ્ય દેવ હર ગંગેશ્વર મહાદેવ નો હજુ પણ વિકાસ થાય તો આગામી સમયમાં પ્રવાસન સ્થળ તરીકે ઊભરી આવશે.

પ્રતિનિધિ: કલ્પેશ મોદી, પાલનપુર

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી