ઉરી જેવો હુમલો કરવાના ફિરાકમાં હતા આતંકીઓ…

ઉરીમાં ઝડપાયેલા આતંકીની કબૂલાત

ઉરીમાં ત્રણ દિવસ પહેલા ધરપકડ કરાયેલા આતંકીએ અનેક ચોંકાવનારી કબૂલાત કરી છે. ઉરીથી પકડાયેલા આતંકી અલી બાબરે ભારતીય એજન્સીઓની પૂછપરછમાં કહ્યું કે પાકિસ્તાનની આર્મીથી ટ્રેનિંગ લીધા બાદસ એક મોટો હુમલો કરવા માટે કાશ્મીર આવ્યો હતો. અત્રે જણાવવાનું કે આ આતંકવાદીને સેનાએ પોતાના સકંજામાં લઈ લીધો હતો. 

ઉરીમાં પકડાયેલા આતંકી અલી બાબરનો એક વીડિયો સેનાએ બહાર પાડ્યો છે. આ વીડિયોમાં આતંકી અલી બાબર કહે છે કે તેને પાકિસ્તાને કાશ્મીરમાં મોટો આતંકી હુમલો કરવા માટે મોકલ્યો છે. આ વીડિયોમાં આતંકી એમ પણ કહે છે કે તેણે પાકિસ્તાની સેના પાસેથી ટ્રેનિંગ લીધી છે. 

18 સપ્ટેમ્બરના રોજ સેનાએ એલઓસીના ઉરી સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાનથી થયેલી આ ઘૂસણખોરીમાં 6 આતંકીઓ સામેલ હતા. ભારતીય સેનાના જવાનોએ તેમને લલકાર્યા તો 4 આતંકીઓ પાછા પાકિસ્તાનની સરહદમાં ભાગી ગયા. આ દરમિયાન બે આતંકીઓ ભારતીય સહરદમાં દાખલ થઈ ગયા. આ બંનેની શોધમાં સેનાએ એલઓસી પર કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું હતું. 

25 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ આ બંને આતંકીઓને ઉરીના સલામાબાદ નાળામાં ઘેરી લીધા હતા. પોતાને ઘેરાતા જોઈને બંને આતંકીઓએ ભારતીય સૈનિકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ થયો. પરંતુ 26 સપ્ટેમ્બરની સવારે ભારતીય સેનાએ એક આતંકીને ઠાર કર્યો. ત્યારબાદ પોતાના સાથીના મોતથી ગભરાયેલા બીજા આતંકીએ સેના સામે સરન્ડરની અપીલ કરી. ત્યારબાદ સેનાના ‘ઓપરેશન બલવાન’નું નેતૃત્વ કરી રહેલા જાટ રેજિમેન્ટના કેપ્ટન મુશ્તાકે આતંકીનું સરન્ડર મંજૂર કર્યું હતું. 

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી