તલોદ પાલિકાના કોંગ્રેસી કાઉન્સિલરનું પોત પ્રકાશ્યું, દુષ્કર્મની ફરિયાદ

કોંગ્રેસ નેતા રાજુ શાહે ડરાવી ધમકાવી સતત સાત વર્ષ સુધી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં કોંગ્રેસના નેતાએ યુવતી પર સતત સાત વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, તલોદ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા રાજુ શાહે સાત વર્ષ પહેલા એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા. રાજુ શાહે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. છેલ્લા સાત વર્ષથી રાજુ શાહ યુવતી સાથે કપટથી લગ્ન કરીને બળાત્કાર ગુજારતો હતો.

પીડિતાની ફરિયાદ મુજબ રાજુ શાહ તેને ધાકધમકી આપીને જોગણી માતાના મંદિરે લઈ જઈ અને તેને ખોટી રીતે સિંદૂર પુરી અને ખોટા લગ્ન કર્યા હતા. ત્યારબાદ પીડિતાના પતિની ગેરહાજરીમાં અવારનવાર બળજબરી પૂર્વક સંબંધ બાંધતો હતો.

આ સાત વર્ષ દરમિયાન યુવતીએ એક બાળકને જન્મ આપ્યો છે. જ્યારે એકવાર રાજુ શાહે બળજબરીથી એબોર્શન પણ કરાવ્યું હોવાનો આક્ષેપ યુવતીએ પોલીસ ફરિયાદમાં કર્યો છે. યુવતીએ તલોદ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા રાજુ શાહ સામે પોલીસ ફરિયાદ કરી છે. યુવતીએ ખોટા લગ્ન કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તલોદ તાલુકાની 35 વર્ષીય મહિલાના 14 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન બે દીકરા અને એક દીકરીનો જન્મ થયો હતો. પતિ-પત્ની બંને તલોદ બજારમાં શાકભાજીનો ધંધો કરતા હતા. પાલિકાના કોંગ્રેસના વર્તમાન કાઉન્સિલર રાજુભાઈ ઉદાભાઈ શાહ (રહે. સન્માન સોસાયટી, તલોદ) છ – સાત વર્ષ અગાઉ મહિલા પતિનું ટિફિન લઈ જવા આવવા દરમિયાન પરિચયમાં આવ્યા હતા અને પતિની ગેરહાજરીમાં પણ ઘેર આવતા જતો થયો હતા. કાઉન્સિલર પતિ-પત્ની બંનેને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. ત્રણેક વર્ષ અગાઉ પતિને જાણ થતાં પત્નીથી દૂર થઈ ગયો હતો અને કાઉન્સીલરને ફાવતું જડી ગયુ હતું.

દોઢેક વર્ષ અગાઉ રાજુભાઈ ઉદાભાઈ શાહ મહિલાના ઘેર આવ્યા હતા અને મેં લગ્ન કર્યા નથી, મારે તારી માંગ ભરવી છે કહી બળજબરીથી ગાડીમાં બેસાડી ત્રાગડ ગામે જોગણી માતાના મંદિરે લઈ ગયા હતા અને મહિલાએ ના પાડવા છતાં મંગળસૂત્ર પહેરાવી દીધુ હતું અને કહ્યું, આજથી તું મારી પત્ની છે કહી દુષ્કર્મ આચરતો રહ્યો હતો અને 16 માસ અગાઉ મહિલા પ્રેગનન્ટ બન્યા બાદ આદિત્ય નામના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પણ રાજુભાઈએ દુષ્કર્મ આચરવાનું ચાલુ રાખતાં મહિલા ફરીથી પ્રેગનન્ટ બન્યા બાદ તલોદ સિવિલમાં એબોર્શન કરાવ્યું હતું.

આ મામલે ભોગ બનનાર પીડિતાની ફરિયાદને આધારે તલોદ પોલીસે પાલિકાના કાઉન્સીલર રાજુભાઈ ઉદાભાઈ શાહ વિરુદ્ધ દુષ્કર્મ, એબોર્શન સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 111 ,  1