ઠાકરે સરકારે પૂર્વ સીએમ ફડણવીસ અને રાજ ઠાકરેની સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કર્યો

ભાજપના રાજ્ય એકમનાં પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલની સુરક્ષા પાછી ખેંચી લીધી

મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં વિપક્ષનાં નેતા દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવાર, ઉત્તર પ્રદેશનાં પુર્વ રાજ્યપાલ રામ નાઇક, એમએનએસનાં પ્રમુખ રાજ ઠાકરેની સુરક્ષા ઘટાડી દીધી છે, ત્યાં જ BJPની રાજ્ય એકમનાં પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલની સુરક્ષા પાછી લીધી છે, રાજ્ય BJP પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે આને બદલાની રાજનિતી ગણાવી છે, ત્યાં ફડણવીસે કહ્યું કે તેનાથી યાત્રા કરતા લોકો અને લોકોને મળવાની યોજના પર અસર નહીં પડે.

8 જાન્યુઆરીએ જારી કરાયેલા નોડિફિકેશન પ્રમાણે ફડણવીસને ઝેડ-પ્લસ સુરક્ષાને બદલે એસ્કોર્ટની સાથે વાય-પ્લસ કેટેગરીની સુરક્ષા મળશે, પુર્વ મુખ્ય પ્રધાનનાં પત્ની અમૃતા ફડણવીસ અને પુત્રી દિવિજાની સુરક્ષા એસ્કોર્ટની સાથે વાય-પ્લસ કેટેગરીથી ઘટાડીને એક્સ કરાઇ છે, જ્યારે રામ નાઇકને વાય-પ્લસને બદલે વાય કેટેગરીની સુરક્ષા મળશે, એમએનએસ પ્રમુખની સુરક્ષા ઝેડ કેટેગરીથી ઘટાડીને એસ્કોર્ટની સાથે વાય-પ્લસની કરી દેવામાં આવી છે.

ઉપરાંત BJP નેતા અને પુર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણે, રાજ્ય BJP પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલ અને પાર્ટીનાં અગ્રણી નેતા સુધીર મુનગંટીવારની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, રાણેને વાય-પ્લસ સુરક્ષા મળી હતી, તે ઉપરાંત રાજ્ય લોકાયુક્ત એમ એલ ટાહિલિયાનીની સુરક્ષા પણ ઝેડ કેટેગરીથી ઘટાડીને વાય કેટેગરીની કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારે 11 સુરક્ષાની ઘટાડી છે, 16 લોકોની પાંછી ખેંચી છે, તો 13 નવા લોકોની સુરક્ષા આપવામાં આવી છે.

 16 ,  1