બેની લડાઇમાં ત્રીજો ફાવે પણ અહીં તો ત્રીજો ફટ ફટાફટ કૂટાઇ ગયો….!! જૂગ જૂગ જિઓ…!!

લડાઇ ચાલે છે કિસાન અને કેન્દ્ર વચ્ચે, નિશાન બન્યા જિઓના ટાવરો….!!

કિસાન આંદોલનમાં અદાણી-અંબાણી અડફેટે ચઢી ગયા…

પંજાબમાં રિલાયન્સ જિઓના 1400 ટાવરોને નુકશાન-નેટવર્ક ઠપ્પ..

રિલાયન્સે કોંગ્રેસના રાજમાં વર્ષો સુધી વટ કે સાથ ધંધો કર્યો ક્યારેય આવી બદનામી ના થઇ..

શું અંબાણી પછી હવે અદાણીનો વારો કાઢશે વિરોધી તત્વો…?

રાજનાથસિંહની ઓફર રતનપોળના વેપારી જેવી છે-નુકશાની નિકળે તો પાછી…!!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

વર્તમાન સરકારમાં કદાજ પહેલી વાર આટલો લાંબો અને આયોજનબધ્ધ આંદોલન ચાલી રહ્યો છે રાજધાનીના સિમાડે 35 દિવસ થયાં, છતાં કિસાન આંદોલન તેમના ફૌજી સંતાનો મોરચે ડટે રહે…તેમ ડગ્યા વગર અડગ છે. 3 કૃષિ કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી- મા કસમ.. નો સમાધાન….6 મહિને કા લેકર આયે હૈ ધાન…આના-જાના સાથ મેં…ખાનાપીના ભી સાથ મેં…અને હવે તો કેજરીવાલ દ્વારા આંદોલનકારીઓ માટે ધરણાંના સ્થળે હાઇફાઇ વાઇ-ફાઇ નેટની સુવિધા…ઔર ક્યા ચાહિયે…..!!

દિલ્હીના સિમાડે લડાઇ છે કિસાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે. કહેવત છે કે બેની લડાઇમાં ત્રીજો ફાવે પણ કિસાન-કેન્દ્રની લડાઇમાં કૂટાઇ ગયા છે રિલાયન્સ જિઓના ટાવરો…!! કિસાન આંદોલનની આગેવાની લીધી છે પંજાબ અને હરિયાણાના કિસાનોએ. અને પંજાબમાં કિસાનોએ મુકેશ અંબાણીની જિઓ મોબાઇલના ટાવરોને નિશાન બનાવીને અત્યાર સુધીમાં 1400 ટાવરો બિનકાર્યક્ષમ કરી નાંખ્યા….પંજાબમાં જિઓના 9 હજાર ટાવરો છે. તેમાંથી 1400 ટાવરો તોડી નાંખ્યા, ટાવરની બેટરીઓ ચોરાઇ ગઇ…ઓપ્ટિકલ ડ્રમ બાળી નાંખ્યા. આ બધુ સત્તાના ઇશારે નહીં થયા હોય એમ કોઇ કહી શકે તેમ નથી. કેમ કે આંદોલનને પંજાબની કોંગ્રેસ સરકારનો તન-મન-ધનથી ટેકો હોવાના દાવા થઇ રહ્યાં છે.

ભારતમાં રિલાયન્સ વર્ષોથી ધંધો કરે છે. અદાણીનો ઉદય હમણાં હમણાં થયો છે. કેન્દ્રમાં વર્ષો સુધી કોંગ્રેસનું રાજ હતું,, મોરચા સરકારો આવી, અટલ સરકાર આવી પણ ક્યારેય અંબાણીનું નામ કોઇ આંદોલનમાં જોડાયું નહોતું. આ વખતે અંબાણીની સાથે અદાણી પણ કિસાનોની અડફેટે ચઢી ગયા…!! ક્યાંક કાચુ કપાઇ ગયું છે કાં તો ક્યાંક કોઇએ કૃષિ કાયદા-અંબાણી અને અદાણીના ફાયદા…માટે છે એવોં કૂ-પ્રચાર ચલાવ્યો અને પંજાબમાં અદાણી દ્વારા મોટા મોટા ગોડાઉનો બની રહ્યાંના વિડિયો વાઇરલ થયા. અંબાણી એગ્રો લખેલી ઘંઉની થેલીઓના ફોટા વાઇરલ થયાં. જાણકારોએ કિસાનોના કાનમાં ફૂંક મારી- ભાઇ, લોચા હૈ….યે કાયદે તો અંબાણી ઔર અદાણી કે લિયે હૈ ઔર દોનો સરકાર કે….!!

પંજાબમાં જિઓના 1400 ટાવરોને નુકશાન પહોંચાડવામાં આવ્યું ત્યાં સુધી મુખ્ય પ્રવાહના માધ્યમોમાં તેનો ઉલ્લેખ કેમ ટાળવામાં આવ્યો તે સમજવુ પિઝા ખાવા જેટલુ સરળ છે. અડધી મિડિયા તો રિલાયન્સ પાસે છે. એટલે પહેલા તો બહાર ના આવ્યું પણ નુકશાન વધ્યું અને બેની લડાઇમાં હું કૂટાઇ રહ્યો છું…એમ લાગ્યું ત્યારે સંદેશે આતે હૈ…ની જેમ ટીવી એંકરો જોરથી ગર્જ્યા- પંજાબ સે બડી ખબર આ રહી હૈ….રિલાયન્સ જિઓ કે 1400 ટાવરો કો નુકશાન પહોચાને કી બડી ખબર આ રહી ઙૈ…!! ઔર ઇસ વક્ત હમારે સાથછ જૂડ ગયે હૈ….! સરકારે પણ કહ્યું- આતરમાળખાકિય મિલકતોને નુકશાન નહીં થવુ જોઇએ, કેમ કે જો હુવા હી નહીં… જો હોનેવાલા હી નહીં….ઉસકા ભ્રમ ફૈલાયા જા રહા હૈ કિસાનો કે બીચ…..!!

પંજાબમાં તોફાની તત્વોએ જિઓનો વારો કાઢી નાંખ્યો. બજારમાં 12 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર રિલાયન્સને 1400 ટાવરના નુકશાનથી કોઇ ફેર ના પડે. પણ જો આ શરૂઆત હોય તો જિઓવિરોધી અગનવાણી બીજા રાજ્યોમાં ફેલાય તો…..કર લો દુનિયા મુઠ્ઠી મેં..ના બદલે મુઠ્ઠી વાળીને બેસી રહેવું પડે….!! સરકારમાંથી કોઇને કોઇ રીતે નુકશાની સરભર થઇ જાય પણ અંબાણી પરિવાર બોલે જુબાં કેસરી….ની છાપ પડી જાય તો….?? પંજા સાથે વર્ષો સુધી પંજે સે પંજા મિલાવીને હળીમળીને ધંધો કર્યો, ક્યારેય કોઇ આંદોલનમાં સરકાર સાથે અંબાણી મળી ગયા છે અથવા સરકાર અંબાણીને લાભ પહોંચડવા અમુકૃતમુક કાયદો લાવી એવું આજદિન સુધી ક્યારેય બન્યુ નથી. કોઇએ એવી આંગળી પણ ચિંધી નથી કે કોંગ્રેસ સાથે મુકેશના સારા સંબંધો છે….!! લિયા દિયા બધુ ખાનગી. કારણ કે રિલાયન્સની કોઇ પ્રોડક્ટ પર મૌનીબાબાનો ફોટો છપાયો નથી. એટલે બધુ ખાનગી હતું. ચાલ્યા કરતું હતું… પંજો ભી ખુશ અને રિલાયન્સની રોજે રોજ દિવાળી….!!

કિસાનના આંદોલનમાં હજુ તો અંબાણી પરિવાર અને અંબાણી પ્રોડક્ટ જિઓ નિશાને પર છે. શક્ય છે કે હવે અદાણીનો વારો કાઢી નાંખે તો કુછ કહ નહીં સકતે..અંબાણી જિઓ મોબાઇલ નેટવર્ક દ્વારા લોકોના સીધા હાથમાં છે. અદાણી મોબાઇલ ફિલ્ડમાં નથી એટલે લોકોથી દૂર છે. પણ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટનું નામ બદલીને અદાણી એરપોર્ટ રાખવાના આરોપમાં અદાણી વગોવાઇ ગયું. અને અદાણી ખાનગી કંપની હોવા છતાં તેનો ખુલાસો સરકારી માહિતી એજન્સી પીઆઇબી દ્વારા આપવામાં આવ્યો.

કિસાન આંદોલનનો સુખદ ઉકેલ આવે એમ સૌ કોઇ ઇચ્છી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહનો પ્રસ્તાવ કંઇક ગળે ઉતરે છે કે બે વર્ષ કાયદો રહેવા દો, નુકશાન થાય તો પાછા…! આ ઓફર તો રતનપોળના પેલા વેપારી જેવી છે- બેન લઇ જાઓ…સાડી ફાટે..નુકશાન થાય તો પાછી….!! રાજનાથસિંગની રતનપોળિયા ઓફર, મેં જટ યમલા પગલા દિવાના….માનશે…? સવાલ કા જવાબ કેબીસી કી ચલ પડી…બતાયેંગી…!!

-દિનેશ રાજપૂત

 66 ,  1