કોરોનાની ત્રીજી લહેર તેની જાતે નહિ આવે..

હિલ સ્ટેશન પર ઉમટી રહેલી ભીડ બાબતે ચિંતા વ્યક્ત કરી PM મોદીએ

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ માંડ મંદ પડી છે ત્યાં કોરોના ત્રીજા વેવની ભીતિ વચ્ચે ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જેમાં આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંભવિત ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હિલ સ્ટેશન, બજારોમાં માસ્ક અને પ્રોટોકોલ વિના વિશાળ ભીડ એકઠી કરવી યોગ્ય નથી જે આ આપણા માટે ચિંતાનો વિષય છે. સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

કોરોના બહુરૂપી છે. કોરોના વાયરસના દરેક વેરિઅન્ટ પર નજર રાખવી પડશે. મ્યુટેશન પછી તે કેટલો ખતરનાક હશે, તે અંગે નિષ્ણાત અભ્યાસ કરી રહ્યાં છે. લોકોએ સમજવુ પડશે કે ત્રીજી લહેર તેની જાતે નહિ આવે. સવાલ થવો જોઈએ કે તેને કઈ રીતે રોકી શકાય? પ્રોટોકોલનું કઈ રીતે પાલન કરવાનુ છે? કોરોના તેની જાતે આવતો નથી, કોઈ જઈને લઈ આવે તો જ આવે છે. આપણે સાવધાની રાખીશું, તો જ તેને રોકી શકીશું.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘સબકો વેક્સિન મુફ્ત વેક્સિન’ અભિયાનનું પૂર્વોત્તરમાં એટલું જ મહત્વ છે તેમજ મુખ્યમંત્રીઓને અપીલ કરી કે, ત્રીજી વેવ સામે લડવા રસીકરણની પ્રક્રિયા તેજ કરવી પડશે.

 59 ,  1