દેશ પર ઓમિક્રોનનો ખતરો, આજે PM મોદી કરશે બેઠક

કડક આદેશો આપવામાં આવે તેવી શક્યતા

ક્રિસમસ અને નવા વર્ષ પહેલા દેશ પર કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો ઉભો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ઓમિક્રોન કેસની સંખ્યા ડબલ થઈ ગઈ છે. અમેરિકા અને બ્રિટન જેવા દુનિયાના શક્તિશાળી દેશોમાં આ વેરિએન્ટે તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને પત્ર લખીને કડક નિયમ બનાવવાની ચેતવણી આપી છે અને ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાની સ્થિતિ પર બેઠક કરવાના છે. 

જણાવી દઇએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેશની કોવિડ -19 પરિસ્થિતિ પર ઓમિક્રોન પર બેઠક કરશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં, વડાપ્રધાન અધિકારીઓને ઓમિક્રોન બચવા માટે કડક સૂચના આપી શકે છે. જેથી ભવિષ્યમાં દરેક સંભવિત સમસ્યાનો સામનો કરી શકાય. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે મોદી દેશભરમાં રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરશે. માહિતી અનુસાર, ભારતમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન ચેપના 248 કેસ નોંધાયા છે અને ચેપગ્રસ્ત લોકોમાંથી 90 થી વધુ લોકો કાં તો સાજા થઈ ગયા છે અથવા સ્થળાંતર કરી ગયા છે.

દિલ્હીમાં નવી ગાઇડલાઇન જાહેર 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી દુનિયાના ઓમિક્રોન ચાર્જમાં 57માં સ્થાને છે. દિલ્હીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 31 ડિસેમ્બર સુધી કોવિડ-19 પ્રતિબંધોને લંબાવી દીધા છે અને ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન સામાજિક અને સાંસ્કૃતિક સમારહો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ અને પબમાં ક્ષમતા 50 ટકા કરી દેવામાં આવી છે. તો બેન્કેટ હોલ મીટિંગ્સ, લગ્ન અને સંમેલનોમાં સંપૂર્ણ રીતે કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે. 

આજે પાંચ રાજ્યોમાં 22 નવા કેસ આવ્યા

કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ દેશમાં ઝડપથી ફેલાય રહ્યો છે. બુધવારે કેરલમાં ઓમિત્રોનના નવ, ગુજરાતમાં 9, રાજસ્થાનના જયપુરમાં 4, આંધ્ર અને ઉત્તરાખંડમાં 1 તથા હરિયાણામાં બે કેસ સામે આવ્યા છે. હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 242 થઈ ગઈ છે. 

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી