September 23, 2021
September 23, 2021

ગુજરાતની ગાદી 25 વર્ષથી બીજા સંભાળે છે હવે બહુમતિ સમાજને સત્તાનું સુકાન સોપો

કોંગ્રેસની ન્યાય યાત્રામાં ભરતસિંહ સોલંકીના ભાજપ પર પ્રહાર

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેને પગલે ભાજપ,આપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રવિવારે પાટણ પહોંચેલી ન્યાય યાત્રામાં કરેલા નિવદેનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોલંકીએ કહ્યું કે, છેલ્લા 25 વર્ષ થી ગુજરાતની ગાદી બીજા લોકો સંભાળી રહ્યા છે તેમણે હવે બહુ રાજ કર્યું હવે અમને રાજ કરવા દો. બહુમતી સમાજને સત્તા આપો તો કલ્યાણ થશે જો અમારા હાથ માં રાજ આવ્યું તો ગુજરાતનું કલ્યાણ કરીશું વધુમાં તેમને જણાવ્યું હતું કે અહીંયાથી જ આપણે સમયનું પરિવર્તન કરવું છે અને 2022ની ચૂંટણીનું પરિવર્તન અહીંથી જ કરવું છે.

ભરસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે બીજા લોકો ગાદી સંભાળી રહ્યા છે તેમાં કોનો વિકાસ થયો? કોણ આગળ વધ્યું, કોને લાભ થયો? તમે તો કર્યું પણ તમારા લોકોનું જ કર્યું વિકાસ માત્ર સાધન સંપન્ન લોકો નો જ થયો બીજા નાના વર્ગ ના લોકો સામે જોયું નથી માધવ સિંહ અને અમર સિંહ સમયે જે રાજ ચાલતું હતું અને અત્યારે કેવું રાજ છે તેની સરખામણી આપડે કરવાની છે. વર્તમાન સરકારમાં ગણ્યા ગાંઠ્યા મૂડી પતિઓ અને ઉદ્યોગ પતિઓનો વિકાસ થયો છે આથી ધર્મશક્તિ અને રાજ શક્તિ સમન્વયથી ગુજરાતના કલ્યાણ માટે ક્ષત્રિય ઠાકોર સમાજને આગળ આવવા હાકલ કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પણ દેશમાં હવે ક્રાંતિની જરૂર છે તેમ કહી રહ્યા છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ સહિત મોટા સમાજોએ સંગઠિત થઈ દેશના બની બેઠેલા આ નવા અંગ્રેજોને હાંકી કાઢવા નિર્ણય લેવા આહવાન કર્યું હતું ત્યારે આ પ્રકારના નિવેદનને લઈ પાટણ જિલ્લાના રાજકારણમાં હંડકપ મચી જવા પામી છે ત્યારે આગામી વર્ષ 2022ની ચૂંટણીમાં ઠાકોર સમાજ એક થઈ કયા પક્ષનું પલ્લું ભારે કરે છે તે તો જોવાનું રહ્યું.

 48 ,  1