અમદાવાદ : RTO સર્કલ નજીક પિસ્તોલ સાથે ઝડપાયો બદમાશ

SOG ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદ શહેરમાં આતંકી હુમલાની આશંકા હોવાના IBના રિપોર્ટ વચ્ચે SOG ક્રાઈમ બ્રાંચે પિસ્તોલ અને કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. SOGએ RTO સર્કલ પાસેથી આરોપીને દબોચી લીધો છે.

SOG ક્રાઈમ બ્રાંચના PI એ.ડી. પરમારના નેતત્વમાં PSI પી.કે. ભૂત, પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ સિંહ રાણા, કેતન વિનુભાઈ પરમાર, નિકુંજ જયકિશન ચક્રવર્તી અને હિરીશ જયસંગભાઈ ચૌધરી સહિતની ટીમે બાતમીના આધારે રાજૂ સિંહ ઉર્ફે રાજ બબ્બર સિંહ રાઠોડ ( ઉંમર 24 વર્ષ, રહેઠાણ – જાલૌર, રાજસ્થાન)ને RTO સર્કલ સામે પ્રબોધ રાવલ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો છે.

આરોપીની તપાસ દરમિયાન તેની પાસેથી એક પિસ્તોલ, કારતૂસ સહિત કુલ 42,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

SOG ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, શહેરમાં આતંકી હુમલાની આશંકા વચ્ચે પોલીસને એલર્ટ રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. તમામ જગ્યાએ ચેકીંગ ચાલુ છે. પિસ્તોલ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 333 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી