અમદાવાદમાં આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંનો સમય બદલાયો, મોલ સિનેમા રહેશે બંધ

શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવા આદેશ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે. 

આજે અમદાવાદ મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે.  

રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 

 82 ,  1