‘સલામત સવારી, એસટી અમારી..’!! ચાલું બસનું ટાયર નીકળી ગયું..

30થી વધુ મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે

દાહોદ જિલ્લામાં દેવગઢબારીયા જતી બસનો અકસ્માત સામે આવ્યો છે. શ્વાસ થંભાવી દે એવા આ અકસ્માતમાં ચાલુ બસે ટાયર નીકળી ગયું હતું. જી હા  દાહોદથી દેવગઠબારીયા જતી ST ની મીની બસનું ટાયર નીકળ્યાના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માતમાં સારી વાત એ છે કે કોઈ મોટું નુકસાન નથી થયું.

ચાલુ બસમાં ટાયર નીકળી જતા બસે કંટ્રોલ ઘુમાવ્યો હતો. અને ઘટના સમયે અંદર બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ એસટી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. બસનું ટાયર હાઇવે ઉપર જતા મોટરસાયકલને અથડાયું હતું. અને આ ચાલક પડ્યો હતો. સદનસીબે કોઈ મોટી જાન હાની નહી થઇ હોવાના હાલ અહેવાલ આવ્યા છે.

જાહેર છે કે ST નું સ્લોગન છે, ST અમારી, સલામત સવારી ત્યારે વારંવાર આવી ઘટનાઓ આ સ્લોગન પર જ સવાલો ઉભા કરે છે. દર વર્ષે ઘણા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ચાલુ બસમાં ટાયર નીકળી જવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવામાં ST ની સવારી કેટલી સલામત, એ મોટો પ્રશ્ન છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી