વેપારી શરદીની દવા લેવા ગયાને ગઠિયો કાચ તોડી 4.90 લાખ લઇ પલાયન

નરોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી

શહેરમાં કારના કાચ તોડી કિંમતી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ વસ્ત્રાપુર વિસ્તારમાં કરનો કાચ તોડી લેપટોપની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. તો હવે નરોડામાં વેપારી શરદીની દવા લેવા મેડિકલમાં ગયો ત્યારે ગઠિયાએ કારનો કાચ તોડી 4.90 લાખની રોકડ રકમ  ચોરીને ફરાર થઇ ગયો છે. આ મામલે વેપારીએ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

કૃષ્ણનગરના વિનાયક પ્લાઝામાં રહેતા અને અમૂલ પાર્લરના ડિસ્ટિબ્યૂટર તેમજ પોતાનું પાર્લર ધરાવતા પ્રતીક શાહ  ઉઘરાણીના ત્રણ લાખ કેશ તેમજ સાંજના પાર્લરમાં વકરો થયેલ રૂ 1.60 લાખ અને બાકીના બીજા વિસ્તારના અમૂલની એજન્સીના 3.30 લાખ રૂપિયા મળીને કુલ 4.30 લાખ રૂપિયા હતા. જે તેમણે લેપટોપ બેગમાં મુક્યા હતા. ત્યારબાદ પ્રતીક રાતે  કામ પતાવીને પરત ઘરે જઈ રહ્યા હતા, જોકે રસ્તામાં નરોડા પાટિયા સિટી સેન્ટરમાં આવેલ મેડિકલ ઉપરથી શરદીની દવા લેવા માટે કાર પાર્ક કરીને  ગયા હતા.

પ્રતીક દવા લઈને પરત કાર પાસે આવીને જોયું તો કારનો કાચ તૂટેલો હતો. અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી તેમની બેગમાં રહેલ 4.90 લાખ રૂપિયા રોકડ રકમ  ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ આ બાબતે નરોડા પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. નરોડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

 45 ,  1