એન્ટીલિયા કેસનું પગેરુ ગુજરાત સુધી પહોંચ્યું, અમદાવાદમાંથી ખરીદ્યા હતા 14 સિમ કાર્ડ

બોડકદેવમાંથી ગાયત્રી ટ્રેડર્સના નામે કિશોર ઠક્કરે સિમ કાર્ડ ખરીદ્યા હતા

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર પાસે મળેલી કારના કેસનું પગેરુ ગુજરાત સુધી પહોંચ્યું છે. ગુજરાત કનેક્શનના એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે મુંબઈથી પકડાયેલા આરોપીએ ગુજરાતના જે વેપારી પાસેથી 14 સીમકાર્ડ ખરીદ્યા હતા, તેના ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસમાં ષડ્યંત્ર માટે ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી મેનેજ કરાવવામાં આવ્યા હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી છે.

દેશના સૌથી અમીર મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મુકવાની તપાસ હાલ એનેઆઈએ અને મુંબઇ એટીએસ કરી રહી છે. તેવામાં આ આખા કેસમાં ષડ્યંત્ર ઘણા સમય અગાઉથી રચાયું હતું. આ ષડ્યંત્ર માટે જરૂરી વસ્તુ માટે સચિન વઝેએ કામ સીંદે નામનાં સસ્પેન્ડ પોલીસકર્મી સોંપ્યું અને તેને કોમ્યુનિકેશન માટે બુકી નરેશ મારફતે અમદાવાદથી સિમ કાર્ડ મેનેજ કરાવ્યા હતા તેવી વિગતો પણ બહાર આવી રહી છે. જેમાં ગાયત્રી ટ્રેડર્સના માલિક કિશોર ઠક્કરે બોડકદેવમાંથી આ સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું બહાર આવ્યું છે.

 55 ,  1