દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થવાના મેસેજ ખોટા, આરોગ્યમંત્રીએ અફવા ગણાવી : Video

દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થાય તેવા મેસેજ ખોટા, મંત્રી કુમાર કાનાણીએ કરી સ્પષ્ટતા

નવરાત્રિ અને દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. કોરોના સમાપ્ત થઈ ગયો હોવાની ભૂલ ભારે પડી છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતી બજારો અને જાહેર સ્થળો પરની ભીડે શહેરમાં સંક્રમણ ફેલાવી દીધું છે. હૉસ્પિટલની ખાલી પડેલી પથારીઓ ટપોટપ ભરાવા લાગી છે. આ તરફ અમદાવાદમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી બાદ બેસતા વર્ષના રાત પણ સિવિલ માટે ભારે રહી છે.

રાજ્યમાં સતત કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ નામે એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં તમામ સોસાયટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અંગે અપીલ કરી હતી. જોકે આ મેસેજ તદ્દન ખોટા છે. ખુદ મંત્રી ઉમળકાની એ આ અંગે સ્પષ્ટતા કરી છે.

જો કે આ મેસેજ એકદમ અફવા ફેલાવવા માટે કરવામાં આવ્યો હોવાનું કુમાર કાનાણીએ વીડિયોમાં કહ્યું છે. કુમારભાઈએ વીડિયો મારફતે મેસેજનું ખંડન કરતાં કહ્યું કે, મને બદનામ કરવા અને સરકારની કામગીરી પણ નીચે દેખાડવા પ્રકારની હીન હરકત કોઈએ કરી છે. જો કે, હાલ રાજ્યમાં કોરોના કાબૂમાં છે તેમ જ લોકડાઉનની કોઈ જ જરૂર નથી. ત્યારે આ પ્રકારના મેસેજથી દૂર રહેવા કુમારભાઈએ લોકોને અપીલ કરી છે.

 108 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર