TVના આ ઍક્ટર પર લાગ્યો છેડતીનો આરોપ

કસોટી જિંદગી કી સિરિયલના પ્રાચીન ચૌહાણની ધરપકડ

TV ઇન્ડસ્ટ્રીમાંથી સતત ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે જેને લઈને ફેન્સને પણ ઝટકો વાગી રહ્યો છે. એવામાં ટીવી એક્ટર પ્રાચીન ચૌહાણ પર છેડતીનો આરોપ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

મુંબઈની મલાડ ઇસ્ટની પોલીસે આજે એક્ટર પ્રાચીનની ધરપકડ કરી હતી. પીડિતાએ પ્રાચીન સામે છેડતીનો કેસ દાખલ કર્યો છે. પોલીસે કલમ 354,342,323 અને 502 (2) હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રાચીન ઘણા ટીવી શો અને વેબ સિરીઝમાં અભિનય કરી ચૂક્યો છે. પ્રાચીને કસોટી જિંદગી કી, સિંદૂર તેરે નામ કા અને સ્વેગ જેવી સિરિયલમાં અભિનય કર્યો છે. વર્ષ 2001માં પ્રાચીને એકતા કપૂરના શો કુટુંબથી ડેબ્યૂ કર્યું હતું. તેમજ પ્રાચીન એકતા કપૂરની ઘણી સિરિયલમાં જોવા મળ્યો છે. ત્યારબાદ પ્રાચીને કસોટી જિંદગી કી સિરિયલમાં સુબ્રતો બોસનું પાત્ર ભજવ્યો હતો. પ્રાચીન લવ મેરેજ, કુછ જુકી પલકે, છોટી બહુ, લાલ ઈશ્ક, યે હે આશિકી અને સાત ફેરે જેવી અનેક સિરિયલમાં એક્ટિંગ કરી ચૂક્યો છે.

 62 ,  1