મન કી બાત : મેં એક મેરી દો, દોનો આમને સામને

ભાજપા નેતાની બે પત્નીઓ ચૂંટણીમાં બની એકબીજાની વિરોધી

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના એક નેતાની બે પત્નિઓ સામસામે ચૂંટણી લડી રહી હોવાથી જોરદાર જંગ જામ્યો છે. પોરબંદર જીલ્લા પંચાયતની કારોબારીના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી કેશુભાઈ સીડાને બે પત્નિ છે અને બંને પત્નિ નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે.

આ પૈકી પ્રથમ પત્નિ કોગ્રેસમાંથી જ્યારે બીજી પત્નિ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. પોરબંદર-છાયા નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર ભાજપ આગેવાન કેશુભાઈ સીડાનાં પ્રથમ પત્નિ શાંતિબેને કોગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. બીજા પત્નિ ઉષાબેન જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ રહી ચૂકયાં છે. ઉષાબેન ભાજપની ટિકિટ પર વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડી રહ્યાં છે.

જોકે, આ ચૂંટણીમાં કેશુ સીડાનું સમર્થન તેમની પહેલી પત્નીને છે. બીજી પત્નીની કોંગ્રેસમાંથી દાવેદારીથી ગિન્નાયા હતા. બીજી પત્નીની અન્ય પક્ષમાંથી દાવેદારી થતા તેમણે બીજી પત્નીના ઘર બહાર તોડફોડ કરી હતી. તેમજ ચૂંટણીમાંથી ખસી જવા અને પ્રચારમાં ન જવા તેમણે બીજી પત્નીને ધમકી આપી હતી. ત્યારે તેમનો ધમકીભર્યો અને અપશબ્દો બોલતો ઓડિયો પણ સામે આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. 

જોકે, કેશુ સીડા પોતે બે પત્નીઓ હોવાનું સ્વીકારે છે. બે પત્નીઓ ધરાવનાર ભાજપના નેતા કેશી સીડા સ્પષ્ટ કહે છે કે, બે પત્ની હોવું ખોટુ નથી, રાજા દશરથને પણ ત્રણ પત્નીઓ હતી. હિન્દુ ધર્મમાં ક્યાંય લખ્યુ જ નથી કે તમે વધારે પત્ની રાખી ન શકો. એ તો કાયદામાં વધુ પત્ની રાખવાનો અધિકાર નથી. જોકે, કેશુ સીડા તો પ્રથમ પત્નીને જ ચૂંટણી પ્રચારમાં મદદ કરી રહ્યાં છે. 

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર