આખરે UKએ કોવિશીલ્ડને આપી માન્યતા..

ટ્રાવેલ એડવાઈઝરીમાં કર્યો ફેરફાર

ભારતે દર્શાવેલી નારાજગી બાદ બ્રિટને કોવિશીલ્ડ વેક્સીનને મંજૂરી તો આપી દીધી છે પણ આમ છતા બ્રિટને એક એવી જોગવાઈ યથાવત રાખી છે જેને લઈને વિવાદ વધી શકે છે.

બ્રિટને જાહેર કરેલી નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતથી આવનારા મુસાફરોને હજી પણ ક્વોરેન્ટાઈન તો રહેવુ જ પડશે. બ્રિટનનુ કહેવુ છે કે, ભારત સરકાર સાથે મળીને બ્રિટિશ સરકાર વેક્સીન સર્ટિફિકેશનને માન્યતા આપવા પર કામ કરી રહી છે. સાથે સાથે  કહેવાયુ છે કે, કોવિશિલ્ડનો બંને ડોઝ લેનારા ભારતીયોને ક્વોરેન્ટાઈનમાં તો રહેવુ જ પડશે. કારણકે ભારતમાં વેક્સીનના બે ડોઝ લીધા બાદ જે સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ થાય છે તેને લઈને બ્રિટનને શંકા છે. બાકી કોવિશિલ્ડ વેક્સીન સાથે બ્રિટનને તકલીફ નથી.

યુકે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભારતીય કોવિશીલ્ડની કોરોના રસી લીધી છે અને તે યુકે જશે તો તેણે હજુ પણ ક્વોરન્ટાઈન રહેવું પડશે. આવું કેમ? જેના જવાબમાં યુકે સરકારે કહ્યું કે હાલ કોઈ ‘સર્ટિફિકેશન’નો મામલો અટવાયેલો છે. 

નવી એડવાઈઝરીમાં શું છે?

અત્રે જણાવવાનું કે યુકેની નવી ટ્રાવેલ એડવાઈઝરી 4 ઓક્ટોબરથી લાગુ થશે. તાજેતરમાં જ તે બહાર પાડવામાં આવી હતી. જો કે તેમાં કોવિશીલ્ડને માન્યતા અપાઈ નહતી. જેને લઈને  ખુબ વિવાદ થયો હતો. હવે નવી એડવાઈઝરીમાં કોવિશીલ્ડનું નામ પણ જોડવામાં આવ્યું છે. નવી એડવાઈઝરીમાં નવી વાત એ છે કે તેમાં લખ્યું છે કે ‘ચાર લિસ્ટેડ રસીના ફોર્મ્યુલેશન જેમાં એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રાજેનેકા વેક્સજેવરિયા, મોર્ડર્ના ટાકેડાને રસી તરીકે માન્યતા આપવામાં આવે છે.’

અગાઉના આદેશમાં જે જાહેરાત કરી હતી તે હજુ પણ યથાવત છે. જેમાં કહેવાયું હતું કે યુકે,યુરોપ, અમેરિકાના વેક્સીન પ્રોગ્રામમાં જે રસી લેવાઈ હશે તેને જ ‘ફૂલ્લી વેક્સીનેટેડ’ માનવામાં આવશે. 

આગળ કહેવાયું છે કે ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોએનટેક, મોડર્ના અને જેનેસેન રસીને માન્યતા અપાઈ છે. આ રસી ઓસ્ટ્રેલિયા, એન્ટીગુઆ, અને બાર્મુડા, બાર્બાડોસ, બહેરિન, બ્રુનેઈ, કેનેડા, ડોમિનિકા, ઈઝરાયેલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, કતાર, સાઉદી અરબ, સિંગાપુર, દક્ષિણ કોરિયા કે તાઈવાનના કોઈ પ્રાસંગિક જાહેર સ્વાસ્થ્ય શાખામાથી લાગેલી હોવી જોઈએ. 

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી