વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો

કોંગ્રેસ MLA વેલમાં ઘૂસી આવતા અધ્યક્ષે 10 ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ

ગુજરાતમાં ગઈકાલથી વિધાનસભામાં બે દિવસીય ટૂંકું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આજે સત્રના બીજા દિવસે પણ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો જેના પગલે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ અને પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. એટલુ જ નહીં કોંગ્રેસના ધારાસભ્યે વેલમાં ઘૂસી આવતા અધ્યક્ષ નીમાબેન આચાર્યે કોંગ્રેસના 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા અને અંતિમ દિવસે વિપક્ષે કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર પર પસ્તાળ પાડી છે. જેમાં કોંગ્રેસે વિધાનસભામાં કોરોના મુદ્દે સરકારને ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોનાના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના અન્ય MLA વેલમાં ધસી આવ્યા હતા.

જેના પગલે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 10 ધારાસભ્યોને પ્રશ્નોત્તરી કાળ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા. તેમજ તેની બાદ ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. આ હોબાળા બાદ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષ સાથે બેઠક કરી હતી.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી