પાકિસ્તાનના F-16 વિમાનની દેખરેખ માટે અમેરિકા આપશે સપોર્ટિંગ સ્ટાફ…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની મુલાકાતના 5 દિવસ પછી ગઇકાલે શુક્રવારે પેંટાગનને 125 મિલિયન ડોલર (860 કરોડ રૂપિયા) કરારની મંજૂરી આપી દીધી છે. આ હેઠળ અમેરિકા પાકિસ્તાનના લડાકુ વિમાન એફ-16 પ્રોગ્રામના 24 કલાક મોનિટરિંગ માટે સપોર્ટ સ્ટાફ ઉપ્લબ્ધ કરાવશે.

મહત્વનું છે કે, ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને રક્ષા સહયોગ આપવા અંગે જાન્યુઆરી 2018માં પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણય હાલ પણ યથાવત જ છે. પરંતુ બન્ને નેતાઓની મુલાકાત બાદ ફક્ત આટલો જ બદલાવ આવ્યો છે કે અમેરિકાનો ટેકનિકલ સ્ટાફ પાકિસ્તાનના એફ-16 પ્રોગ્રામ પર નજર રાખવા માટે 60 પ્રતિનિધીઓ આપશે, જે કોન્ટ્રાક્ટ પર હશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી