રસી આપણી સ્મરણશક્તિને કહેશે કે કોરોના સામે કઇ રીતે લડવું..!! અજીબ લાગે છે નહીં…?

ડો. માઇકલ સૈંગ કહે છે દવા કંપની ફાઇઝરની રસી એ રીતે વિકસાવાઇ રહી છે કે….

કોરોના માનવ શરીર માટે નવો વાઇરસ હોવાથી સ્મરણ શક્તિ તેને ઓળખી શકતી નથી..!

સ્મરણશક્તિમાં તેનો સમાવેશ નહીં હોવાથી રોગપ્રતિકારક ક્ષમતા તેની સામે મૂંઝવણ અનુભવે છે…!

એકવાર રોગ થયા બાદ સ્મરણશક્તિ બીજીવાર તેને તરત જ ઓળખીને મુકાબલો કરવાના આદેશ આપશે..

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

ગયા વર્ષે 17 નવેમ્બરના રોજ કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાનમાં નોંધાયો હતો. તેને એક વર્ષ પૂરૂ થયું. ચીન તો વાઇરસ ફેલાવીને પોતાની સરહદો ફેલાવવામાં મસ્ત અને વ્યસ્ત છે, જ્યારે ભારત સહિતના દેશો કોરોનાથી બચવા વેકસીન કહેતા રસી બનાવવામાં લાગી ગયું છે. માત્ર ભારત જ નહીં સુપર પાવર અમેરિકા પણ રસીના સંશોધનમાં રસી વિકસાવવાની નજીકમાં છે. ફાઇઝર અને મોર્ડના નામવી દવા કંપનીઓએ દાવો કર્યો છે કે તેમની કોરોના રસી 90થી 95 ટકા અસરકારક છે અને કોઇ સાઇડઇફેક્ટ નથી.

દવા કંપનીમાં રસી બન્યા બાદ તેને જન જન સુધી પહોંચાડવાનું કાંમ ખરા અરથમાં ભગીરથ સાબિત થવાનું છે, જો કે તેની વાત પછી, પણ હાલમાં સરસ મજાનો મુદ્દો નિષ્ણાતો જે દર્શાવી રહ્યાં છે તે એ છે કે ફાઇઝર ફાર્મા અને અન્ય રસીઓ એ ફોર્મ્યુલા પર બની રહી છે કે જે શરીરમાં કોરોનાની સામે પ્રતિરોધક ક્ષમતાનું સર્જન કરશે, જે આપણી સ્મરણ શક્તિ એટલે કે યાદ રાખવાનું કામ કરતાં કોષોમાં એવા તત્વો અંકિત કરશે કે આવા વાયરસનો મુકાબલો કેવી રીતે કરવો…

ઉપરાંત આ રસી એક જાસુસની જેમ આપણાં શરીરને બતાવશે કે કોરોનાનો દેખાવ કેવો છે, હિન્દીમાં કહીએ તો વહ દિખતા કૈસે હૈ…અને ત્યારબાદ જરૂર પડવા પર માનવ શરીર તેનો સામનો કરવા માટે એક યોધ્ધાની જેમ સુસજ્જ થશે.

સાંભળવુ સહેજ અજીબ લાગે છે કે પણ એ સમજવુ પડશે કે સંક્રમણથી બચવા માટે આવશ્યક પ્રતિરોધક એટલે કે રોગનો સામનો કરવાની શક્તિ માનવીની સ્મરણ શક્તિ પર નિર્ભર છે….!! સેન્ટર ફોર એડ્સ રિસર્ચ, યુએબીના ડિરેક્ટર માઇકલ એસ. સૈંગ કહેછે કે માની લો કે માનવીના શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર સંરક્ષણ વિભાગ છે. જેની સેનામાં કરોડો કરોડો કોશિકાઓ છે જે બહારના હુમલાખોર વાઇરસનો સામનો કરે છે. નૌસેનાના રડાર, શરીરના દુશ્મનોને ઓળખીને મગજને તેનો સંદેશો મોકલે છે અને વાયુસેના વાઇરસના હુમલાને નિષ્ફળ બનાવવા એન્ટીબોડીઝનો ઉપયોગ કરીને તેને શરીરમાં પ્રવેશને રોકે છે.

હવે, કોરોના એક નવો જીવલેણ વાઇરસ છે એટલે માનવીનું શરીર તેનાથી અજાણ છે કે આ છે કોણ…!! તેઓ કહે છે કે છેલ્લાં 6 માસથી યુનિ. ઓફ અલાબામામાં કોવિડ-19 સાથે જોડાયલા કાર્યક્રમોમાં ભાગ લેતી વખતે તેમણે જોયું કે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા કોરોના સામે નિષ્ફળ નિવડે છે, જાણે કે તેની સામે ઘૂંટણીએ પડી જાય છે…! તમામ સંકેત અને સામાન્ય નિયંત્રણ સીસ્ટમ કોરોનાના હુમલા સામે ફેલ થઇ જાય છે. અને આ રીતે અનિયંત્રિત, દિશાહિન બનેલી રોગ પ્રતિકારક ક્ષમતા કોરોનાની ચપેટમાં આવેલ શરીરમાં વિપરરિત એટલે કે ઉંધુ જ કામ કરવા લાગી જાય છે…અને માનવી બિમાર પડી જાય છે…..

ઇ.સ, પૂર્વે 430માં પ્લેગની મહમારી વખતથી જ રોગપ્રતિકારક ક્ષમતાની ચર્ચા મેડિકલ આલમમાં થતી આવી છે. પરંતુ એક વાત સૌ માને છે કે માનવીનું શરીર એ રોગોનો ખૂબ સારી રીતે મુકાબલો કરી શકે છે જે રોગ તેને એકવાર થયો હોય. અર્થાત શરીરને યાદ હોય છે કે ગઇ વખતે તે આ બિમારી સામે કઇ રીતે જીત્યો હતો…! અને આ વખતે પણ શું કરવાનું છે….!!

આ વખતે વાઇરસ નવો છે અને તેને સમજવામાં તથા તેનાથી બચવા માટેના ઉપાયોમાં સમય લાગશે. દવા કંપની ફાઇઝર અને મોર્ડના દ્વારા જે રસી બનાવવામાં આવી રહી છે તે આ જ ફોર્મ્યુલા પર વિક્સિત છે કે તે શરીરમાં કોરોનાના વાઇરસને ઓળખીને તેનો સામનો કરવા રોગ પ્રતિકારક ક્ષમતા વિકસાવશે જે માનવીની સ્મૃતિપટલમાં એટલે કે જે કોશોમાં યાદશક્તિ રહેલી છે તે કોશોમાં તેને અંકિત કરી દેશે અને તેને યાદ અપાવશે કે એવા વાઇરસનો મુકાબલો કેવી રીતે કરવાનો છે…!!

તેમનુ માનવુ છે કે સંક્રમણથી લડવામાં રોગ પ્રતિરોધક ક્ષમતાની સફળતા સ્મરણ શક્તિ ઉપર આધારિત છે. જો શરીર તેને યાદ નહીં રાખે કે યાદ રાખવાના કોશષો નબળા પડી જાય તો તેના ગંભીર પરિણામ આવી શકે છે. એટલે એમ પણ કહી શકાય કે આપણને યાદ રહે તેવા ઉપાયો પણ સાથે સાથે કરવા પડશે. યાદશક્તિ વધે તેવો ખોરાક કે બદામ-અખરોટ લેવા પડે.

આખી દુનિયા ચાઇના બિમારીથી બચવા ઝઝુમી રહી છે ત્યારે તેની દવા કે રસીની સૌ કોઇ રાહ જોઇ રહ્યાં છે પણ આ રસી શરીરમાં કઇ રીતે કામ કરશે અને તેને કઇ રીતે વિક્સિત કરવામાં આવી છે તે જાણવુ પણ રસપ્રદ તો છે જ.

તો કોરોનાથી બચવા માટે યાદ શક્તિ વધારવાના ઉપાયો પણ રસીની સાથે એક સાઇડમાં ઉકાળો- કાઢા-વિટામીન સીની ગોળીઓની સાથે સાથે અજમાવવા પડશે.

શું કહ્યું…?કાલે શું ખાધુ યાદ નથી….?

ઠાકૂર તો ગિયો…..!!

 86 ,  1