મુન્દ્રા પોર્ટમાં જપ્ત ડ્રગ્સની કિંમત 3 હજાર કરોડને પાર આંબી..!

DRI, NCB તેમજ ATS સહિત વિવિધ એજન્સીઓ કરી રહી છે તપાસ

ઈરાનના અબ્‍બાસ બંદરેથી આસી. ટ્રેડિંગ કંપની વિજયવાડા માટે મુન્‍દ્રા બંદરે ઉતરેલ ટેલકમ પાઉડરના બે કન્‍ટેનરમાંથી 3 હજાર કરોડનું હેરોઈન ઝડપાયું છે, હજી તપાસ ચાલુ છે, તે જોતાં હેરોઈનની કિંમતનો આંકડો ઊંચો જાય એવું લાગે છે. ગાંધીધામ ડીઆરઆઈના સત્તાવાર સૂત્રોએ ચોક્કસ આંકડો જણાવવાના બદલે આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રાઈસ મુજબ હેરોઈનની કિંમતનો આંકડો ખૂબ મોટો હોવાનો નિર્દેશ આપ્યો છે.

આંધ્ર પ્રદેશના વિજયવાડાની એક પેઢીએ કસ્ટમના ચોપડે ટેલકમ પાવડરનો કાર્ગો ડિકલેર કરવામાં આવો હતો જે ઈરાનના બંદર પરથી લોડ કરવામાં આવ્યો હતો. મંગળવારના રાત્રે ડીઆરઆઈની ટીમે મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ઈમ્પોર્ટ થયેલા બે કન્ટેનરને રોકાવી તપાસ હાથ દરી હતી. અમદાવાદ, રાજકોટ એફએસએલની ટીમો દ્વારા સ્થળ પર તપાસમાં હેરોઈન હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

બે કન્ટેનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું હતું. આ હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું અને કંદહારની એક્ષ્પોર્ટર પેઢીએ માલ લોડ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે. તેની સાથે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને આવેલા પાઉડરના ચાર કન્ટેનરમાં માદક પદાર્થ હોવાની DRI દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ તમામ કન્ટેનરની તપાસ માટે લગભગ 8 જેટલી એજન્સીઓ દ્વારા કામ કરી રહી હતી.

એક એક થેલાની ચાલી રહેલી તપાસ મંગળ, બુધવાર બાદ ગુરુવારે પણ ચાલુ રહી હતી. ત્રીજા દિવસે ઝડપાયેલા બેમાંથી બીજા કન્ટેનરના કાર્ગોની તપાસ કરાઈ હતી. જેમાં મોડી રાત સુધી થયેલી પ્રક્રિયા અંગે આંતરીક આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અંદાજે ત્રણ હજાર કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતો જથ્થો ઝડપાયો હોય તે સંભવ છે. જોકે, હજી કેટલાક બેગની તપાસ હજી ચાલુ છે અને ડ્રગ્સની ગુણવતા સહિતના માપદંડોની ખરાઈ કર્યા બાદ તમામ અંગે સતાવાર રીતે ડીઆરઆઈ નિવેદન બહાર પાડશે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી