રાજકોટની SBI બેન્ક સાથે ખુદ વેલ્યુઅરે 1 કરોડ 83 લાખની ઠગાઈ કરી..

સુત્રધાર ધવલ ચોકસી સહિત ત્રણ ઝડપાયા, ડમી ગ્રાહકો ઉભા કરી કૌભાંડ આચરતા

રાજકોટ શહેરમાં ટાગોર રોડ પર આવેલી એસબીઆઈની આર.કે.નગર બ્રાન્ચ સાથે ખુદ બેંકના વેલ્યુરે અધધધ 1 કરોડ 83 લાખની ઠગાઈ બીજા 24 લોકો સાથે મળીને આચરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે મુખ્ય આરોપી બેંકમાં વેલ્યુઅર તરીકે નોકરી કરતા ધવલ ચોક્સી સહીત 3 ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરનાં ટાગોર રોડ ઉપર આવેલી એસબીઆઈની આર.કે.નગર બ્રાન્ચ અને જાગનાથ બ્રાન્ચમાં નકલી સોનાનાં દાગીનાં રજુ કરી રૂા. 1.83 કરોડની લોન મેળવી લેવાયાનું જબરજસ્ત કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં મુખ્ય સુત્રધાર તરીકે બેંકની બન્ને શાખાનાં વેલ્યુઅર ધવલ રાજેશ ચોકસી (રહે, 301 સુકન સાનિધ્ય, પ્રહલાદ પ્લોટ મેઈન રોડ) સહિત 25 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવમાં એ ડિવિઝન પોલીસે બે વેલ્યુઅર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

એસબીઆઈની સરકીટ હાઉસ સામેની રીઝનલ ઓફીસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રોમેશ મુન્શીરામ કુમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, બેંકમાં જે ગોલ્ડ લોન આપવામાં આવે છે તેમાં બેંકનાં વેલ્યુઅર દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. ત્યારબાદ બેંક દ્વારા ઘરેણાંની કિંમત મુજબ લોન આપવામાં આવે છે. બેંકની આર.કે.નગર અને જાગનાથ શાખાનાં વેલ્યુઅર તરીકે નોકરી કરતા ધવલ ચોકસીએ શાખામાં 24 ગ્રાહકોએ રજુ કરેલા સોનાના દાગીના 24 કેરેટના હોવાનું સર્ટીફીકેટ આપતા બેંક દ્વારા લોન અપાઈ હતી. ગઈ તા.16/10નાં રોજ આર.કે. નગરનાં મેનેજરે રવિ કુમારે તેને કોલ કરી કહ્યું કે, આપણી બેંકનાં વેલ્યુઅર ધવલ ચોકસીએ દાગીના અંગે જે સર્ટીફીકેટ આપ્યા છે તેમાં તેને શંકા જતાં બીજા વેલ્યુઅર કમલભાઈ વડનગરાને બોલાવી ચકાસણી કરાવતા કંઈક શંકાસ્પદ હોવાનો અભિપ્રાય આપ્યો છે.

જેથી તેણે મેનેજર રવિકુમારને તમામ દાગીના ચેક કરાવવાનું કહેતા બીજા વેલ્યુઅર પાસે તપાસ કરાવી હતી. જેમાં દાગીના નકલી હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ મુજબ ઉચાપત, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવો, ગુનાહીત કાવત્રુ વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે .

જેમાં બેંકનાં વેલ્યુઅર ધવલ ચોકસી ઉપરાંત લોન લેનાર વાઘેલા રાહુલ અનીલભાઈ (શાસ્ત્રીનગર, ગાંધીગ્રામ પાસે), કનુ ચમનભાઈ વાઘેલા, મનીષાબેન કનુભાઈ વાઘેલા (બન્ને, અમરજીતનગર શેરી નંબર-2, એરપોર્ટ રોડ), વાઘેલા કપીલ અનીલભાઈ (ચાવંડ, અમરેલી), અનીલ જે નારોલા (સ્લમ કવાટર, જામનગર રોડ), રવિ ભગવાનજી મકવાણા (લાખાબાપાની વાડી, શેરી નંબર-4, હુડકો કવાટર), સંજય છગન વાઘેલા (પરશાણાનગર, શેરી નંબર-5), વાઘેલા ડાયાભાઈ ભવાનભાઈ (મોટા મવા), વાઘેલા દીપકભાઈ અમૃતભાઈ (સ્લમ કવાર્ટર, રૈયાધાર), જગદીશ વિનુભાઈ વાઘેલા (નકલંક પરા, રુખડીયા પાસે), દીનેશ શામળાભાઈ મૈયળ (શ્રીનાથજી સોસાયટી, મવડી મેઈન રોડ), ગોહેલ એઝાઝ ફારૂકભાઈ (પ્રજાપતી સોસાયટી, મવડી પ્લોટ), ધ્રાંગધરીયા હેતલ અલ્પેશભાઈ (ભક્તિનગર-1, રામાપીર ચોકડી પાસે), જાદવાણી મીનાબેન દિનેશભાઈ (માધવ પાર્ક), ધ્રાંગધરીયા અલ્પેશ (ભારતીનગર, શેરી નંબર-1), દિપક અમૃતલાલ વાઘેલા (રૈયાધાર શ્લમ કવાર્ટર), જોબન યુસુફ જુમાભાઈ (ખોડીયારનગર, શેરીનંબર-, ગોંડલ રોડ), રાજકુમાર ગોરધનભાઈ ચોધરી (રીયાલ બંગ્લોઝ, માધવપાર્ક-2), સંજય છોટુભાઈ નાગલા (ભારત નગર આજી ડેમ પાસે), મુકેશ નાનજી પંચાલા (આશાપુરાનગર, કાઠારીયા રોડ), સોલંકી ચંદ્રકાન્ત રતીલાલ (ઋષી પ્રસાદ સોસાયટી, રણુજા મંદિરની સામે), રવાણી પીયુષ રતીભાઈ (સાવરકુંડલા), વાઘેલા ડાયાભાઈ ભવાનભાઈ (મોટા મવા)અને વાઘેલા કપીલ અનીલભાઈ (રામાપીર ચોકડી) સામે કાર્યવાહી કરાઈ છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી