ઇન્ડિયા કોલોની વોર્ડના મહિલા કોર્પોરેટરના પતિનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ


કોર્પોરેટર નીતુ પરમારના પતિ સચિન પરમારનો થયો વિડીયો વાયરલ.

બુટલેગર અવિનાશ પાંડેના બર્થ –ડે પાર્ટીનો વિડીયો થયો વાયરલ

સચિન પરમાર ઇન્ડિયા કોલોની વોર્ડના મહિલા કોર્પોરેટર નીતુ પરમારના છે પતિ

કોરોના કાળમાં રાત્રી કર્ફ્યુના નિયમના કર્યા લીરેલીરા

અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા હેતુ રાત્રી કર્ફ્યું અમલી બનાવેલો છે. પરંતુ રાત્રી કર્ફ્યું દરમિયાન બર્થ ડે પાર્ટી મનાવવાના અને તલવાર સાથે જાહેર રોડ પર કેક કાપવાના ઘણા વિડીયો વાયરલ થયા છે અને કેસ પણ દાખલ થયેલા છે. પરંતુ મંગળવારે તો અમદાવાદ મહાનગર પાલિકાના મહિલા કોર્પોરેટરના પતિનો રાત્રી કર્ફ્યું દરમિયાન દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતા હવે તો સીધો સત્તાધારી પક્ષ પર જ માર્ગદર્શિકાના અમલ અંગે પ્રશ્ન ઉભા થયા છે.

અમદાવાદ મહાનગર પાલિકાના ઇન્ડિયા કોલીની વોર્ડના મહિલા કોર્પોરેટર નીતા પરમારના પતિ સચિન પરમાર અસારવાના બુટલેગર અવિનાશ પાંડે સાથે અસારવા સ્કુલની બહાર જ દારૂની મહેફિલ માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વિડીયોમાં અસારવાના કુખ્યાત બુટલેગર અવિનાશ પાંડેના જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે. જેમાં ઇન્ડિયા કોલોની વોર્ડના મહિલા કોર્પોરેટર સચિન પરમાર પણ જોવા મળી રહ્યા છે.

જેના હાથમાં દારૂની બોટલ પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાય રહી છે.જયારે અમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિના કરતા વધારે સમયથી રાત્રી કર્ફ્યું અમલી છે, ત્યારે બુટલેગર તો ઠીક પણ હવે સત્તાધારી પક્ષના જવાબદાર વ્યક્તિઓને પણ કાયદાનો ડર ના હોવાનું વિડીયો પરથી ફલિત થઇ રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં યોજયેલ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી વખતે સચિન પરમારની પત્ની નીતા પરમારને ભાજપે ટીકીટ આપી હતી. ત્યારે ભાજપના જ અનેક કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે બુટલેગરની પત્નીને ટીકીટ આપવામાં આવી છે. જે આક્ષેપો વાયરલ થયેલા વિડીયો પરથી પુરવાર થયા હોવાનું ઇન્ડિયા કોલોની વોર્ડના મતદારો અને ભાજપના સ્થાનિક કાર્યકરોનું માનવું છે,

 93 ,  1