નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી… સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનનો હાહાકાર

લોકોને સાવધ રહેવા કમિશનરે કરી અપલી

પહેલીવાર એવું બન્યુ છે કે, કોરોનાની લહેરમાં અમદાવાદ કરતા સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યાં છે. પરંતુ સુરતમાં કોરોનાની આ લહેર અત્યંત ડરામણી છે. કારણ કે, સુરતમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન હાહાકાર મચાવી રહ્યો છે. નથી માથું દુખતું નથી, નથી ખાંસી આવતી, તેમ છતાં આ વાયરસ ગંભીર છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ નવા સ્ટ્રેઈન મામલે લોકોને કહ્યું કે, સુરતના રહીશોને સતર્ક રહેવું જરૂરી છે.  

સુરત શહેરમાં કોરોનાના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શહેરમાં નવા સ્ટ્રેઈનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. નવા સ્ટ્રેઈનના લક્ષણો પણ દેખાતાં નથી. પરંતુ નવો સ્ટ્રેઈન અત્યંત ગંભીર છે. આ વિશે બંછાનિધિ પાનીએ લોકોને સતર્ક કર્યાં છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને માહિતી આપી કે, નવા સ્ટ્રેઈનમાં માથું નથી દુખતું. નવા સ્ટ્રેઈનમાં ખાંસી આવતી નથી. કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. તેથી સાવધ રહેજો. 

ચૂંટણીમાં પાલિકા તંત્રએ પણ કોઇપણ પ્રકારની ગંભીરતા દાખવી નહીં અને યુકે સ્ટ્રેન શહેરભરમાં ફેલાઇ ગયો ત્યાર પછી પાલિકા હરકતમાં આવી છે અને તેને અંકુશમાં લેવા પાબંદીઓ લગાવવામાં આવી છે. જોકે શહેરના અઠવા, રાંદેર, લિંબાયત સહિતના વિસ્તારોમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે તેની તુલનાએ વરાછા એ અને બી તથા કતારગામ વિસ્તારમાં ઓછા કેસ મળી રહ્યા છે. શુક્રવારે એક દિવસમાં 18 હજારે રસી લીધી હતી.

સુરતમાં નવા સ્ટ્રેનને કારણે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. નવા સ્ટ્રેનના લક્ષણો ઇનવિઝિબલ હોવાનો પાલિકાનો દાવો છે. આ સ્ટ્રેનમાં માથું દુ:ખવું, ખાંસી આવવી સહિતના કોઇપણ લક્ષણો દેખાતા નથી. પરંતુ કેટલાક કિસ્સામાં સામાન્ય તાવની ફરિયાદો મળે છે. જ્યારે મહત્તમ કિસ્સામાં પેટમાં દુ:ખાવો થાય છે. અગાઉ સામાન્ય કોરોનામાં પેટમાં દુ:ખાવો એ લક્ષણમાં ન હતું. ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું કે, નવા સ્ટ્રેઇનમાં માથું નથી દુખતું, ખાંસી નથી આવતી, તાવ નથી આવતો એટલે કોરોનાના કોઇ સિમ્ટન્સ દેખાતા નથી.

પરંતુ જે કોઇ લોકોને અશક્તિ, ડાયેરિયા (ઝાડા-ઉલ્ટી) કે શરીર દુ:ખે એવા પણ લક્ષણો હોઇ તો તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ.સિવિલના કોરોના નોડલ ઓફિસર ડૉ. અમિત ગામિતે જણાવ્યું કે, પહેલાં કોરોનાથી ચિંતિત 50 લોકો સામાન્ય લક્ષણમાં પણ ઓપીડી કરાવતાં હતાં. જે વધીને હવે રોજ 150 દર્દીઓ સિવિલમાં સંભવિત લક્ષણ સાથે આવે છે. 10 દિવસ પહેલાં માંડ 4 કેસ પોઝિટિવ મળી રહ્યાં હતાં તે વધીને હવે રોજ 15થી 20 કેસ સંક્રમિત મળ્યાં છે.

 26 ,  1