મધ્યપ્રદેશમાં મેઘરાજા મહેરબાન થયા હોવાથી સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણી આવી રહયું છે. નર્મદા ડેમની સપાટી 1133.75 મીટર સુધી પહોંચી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ટર્બાઇનો ચાલુ કરાતા નર્મદા ડેમમાં 4,55,441 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 15 દરવાજા ખોલી 3,94,432 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.
રાજપીપળાથી કેવડિયા જતા પ્રવાસીઓ વાયા ગરુડેશ્વર થઈને કેવડિયા પહોંચી શકાશે. સ્થાનિક 10 જેટલા ગામો સહિત ભરૂચ, નર્મદા, વડોદરા કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્યા.નર્મદા ડેમ અને સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટેનો પણ આ રોડ બંધ થઇ ગયો છે. જોકે પ્રવાસીઓ અહીંયા પહોંચી આ નજારો પણ માણી સેલ્ફી પાડી મઝા માણી રહ્યા છે.
37 , 1