ભારતને 200 વર્ષ ગુલામ રાખનાર ગોરાઓ થઇ ગયા સીધાસટ..

જેવા સાથે તેવા..ની નીતિથી બ્રિટને માની હાર…જોડ્યા હાથ..

ગોરાઓની જેમ ચીનાઓને પણ ઠમઠોરવાની જરૂર છે..

20 વર્ષ બંધારણીય હોદ્દા પર રહેવા બદલ વંદન-અભિનંદન..

કાશ્મિર મામલે કડક કાર્યવાહી કરવી પડશે.

27 કાર્યકરો-સરપંચો-શિક્ષકો ગોળીઓના શિકાર બન્યા

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

7 ઓક્ટોબર.2001 અને 7 ઓકટોબર 2021. 20 વર્ષ. બે દાયકા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સતત બે દાયકા સુધી બંધારણિય હોદ્દા પર ફરજ બજાવી અને હજુ પણ તેઓ રાષ્ટ્ર સેવા માટે પ્રતિબધ્ધ અને કટિબધ્ધ છે. 20 વર્ષમાં 13 વર્ષ ગુજરાતના સીએમ તરીકે અને 7 વર્ષ ભારતના પીએમ તરીકે ફરજ બજાવી. ઇક્કસવી સદી કા નયા ભારત…એ તેમનો મંત્ર છે અને નયા ભારત કેવો.. એમ જો કોઇ પૂછે તો તેનો જવાબ તેમણે દુનિયાની એ સરકાર અને એ દેશની પ્રજાને આપ્યો કે જેમણે ભારતને 200 વર્ષ ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યું હતુ અને જેમણે અડધી દુનિયા પર રાજ કર્યુ હતું એ ગોરા બ્રિટીશરોની યુકે સરકારની સામે જેવા સાથે તેવાની એવી કડક નીતિ અપનાવી કે ગોરાઓની સરકાર ભારતના ઘૂંટણીએ પડી અને કહ્યું કે-તમારી ગાય…. ઓકે, કોવિશિલ્ડ રસી લઇને બ્રિટન આવતા ભારતીયોને ક્વોરોન્ટાઇનમાં રહેવુ નહીં પડે બસ…!

ભારતમાં પૂનાવાલા( આ પૂનાવાલા વિદેશથી ભારત પાછા આવ્યાં કે નહીં..?) ની કંપની સિરમ ઇન્સ્ટીટ્યુટ વિદેશથી લવાયેલા કાચા માલમાંથી કોવિશિલ્ડ નામની રસી બનાવે છે જે કોરોના સામે રક્ષણ આપે છે. ગોરાઓની સરકારે એવી જાહેરાત કરી કે અમારા દેશમા ભારતમાંથી જે લોકો કોવિશિલ્ડ રસી લઇને આવ્યાં હોય તો પણ તેમને અમે રસી લીધેલ છે..એમ માનીશુ નહીં અને બ્રિટન આવ્યાં બાદ ફરજિયાત ક્વોરોન્ટાઇનમાં રહેવુ પડશે, ટેસ્ટ કરાવવો પડશે…?

ભારતે સમજાવ્યાં- એવુ ના હોય…કોવિશિલ્ડનો કાચો માલ વિદેશથી જ આયાત થયો છે અને એ કાચામાલમાંથી તમારે ત્યાં પણ રસી બની છે. ગોરાઓને એમ કે આપણે તો ગોરા…બ્રિટીશ રાજ…ભારતને અમે ગુલામ બનાવ્યાં તે અમારી સામે બોલે છે…? ભારતની વાત ના માની અને ભારતે શિવજીની જેમ ત્રીજી આંખ ખોલી અને કરી જાહેરાત- બ્રિટનમાંથી ભારત આવનાર તમામને આવ્યાં બાદ ટેસ્ટ કરાવવો પડશે અને ત્યાં રસી લીધી હોય પણ ફરજિયાત 10 દિવસ ક્વોરોન્ટાઇન..!

માત્ર જાહેરાત જ નહીં અમલ પણ કર્યો અને જાહેરાત બાદ ભારત આવેલા 700 જણાંને ફરજિયાત 10 દિવસ ક્વોરોન્ટાઇનમાં મૂકી દીધા..! ગોરાઓની સરકારને સમજાઇ ગયું કે આ ભારત હવે એ ભારત નથી કે જે અમારી સામે બોલી ના શકે…આખરે દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે..ની જેમ ભારતને 200 વર્ષ ગુલામ રાખનાર પણ ઝુકે છે, ઝુકાવનાર જોઇએ….અને ગોરાઓની સરકારે ટ્વીટ કરીને કહ્યું કે સારુ, અમે કોવિશિલ્ડવાળાને ક્વોરોન્ટાઇનમાં નહીં મૂકીએ..!

મોદીના નયા ભારતનો નયા મંત્ર છે- બાર બાર હો અપની જીત હો..ઉનકી હાર હો…કોઇ હમ સે જીત ના પાયે…બઢે ચલો…બઢે ચલો…! આ એક ઘટનાની નોંધ નયા ભારતના આધુનિક ઇતિહાસમાં લેવાવી જોઇએ અને લેવાશે-કોઇ શક..? હાઉઝ ધ જોશ…..યે નયા ભારત હૈ..ઘર મેં ઘૂસ કે મારતા હૈ…યાદ કરો બાલાકોટ…યાદ કરો સર્જીકલ સ્ટ્રાઇક…પાકિસ્તાનની એવી હાલત કરી કે પૂછડી દબાવીને ચુપ…!

ગોરાઓની હકૂમતના અત્યાચારો અને જે સામે બોલે એને ઠાર કરો…ગામના ચોરે ફાંસીએ લટકાવી દો… ભારતનો ખજાનો પોતાના બાપનો માલ સમજીને લૂંટી લૂંટીને વહાણો ભરી ભરીને ઇંગ્લેન્ડ લઇ ગયા…અતૂલ્ય ભારતની અનમોલ અને અમૂલ્ય કળાકારીગરી વાળી મૂર્તિઓ, વેદપુરાણો, શાસ્ત્રો, મીઠા જેવી સાવ સામાન્ય ચીજવસ્તુ સહિત અન્ય વસ્તુઓ પર ભારે કરવેરા નાંખી નાંખીને રાજા મહારાજાઓના કરોડો અને અબજોનો ખજાનો 200 વર્ષ સુધી લૂંટ્યા.કોણ બોલે…જે બોલે તે ઠાર…ગોરાઓએ ભારતના લૂંટેલા ખજાનાને ભારતમાં જ લૂંટીને ગરીબોને વહેંચનારા નરબંકાઓ પણ પાક્યા. પણ ગોરી હકૂમંતની સામે લાંબો સમય ટક્કર ન ઝીલી શક્યા.

એવા ગોરાઓને નયા ભારતના નયા શિલ્પીએ, નહલે પે દહેલા…તું ડાલ ડાલ તો હમ પાંત પાંત…જેવો કરારા જવાબ આપીને ગોરાઓને ઝુકાવવુ એ કોઇ સામાન્ય ઘટના નથી.નયા ભારતે ગોરાઓની સાથે બીજાઓને પણ સંદેશો આપ્યો- કોઇ હમે છેડે તો હમ છોડતે નહીં…! નયા ભારતના શિલ્પીએ જો કે કાશ્મિર મામલે કોઇ મોટુ પગલુ લઇને ફરી માથુ ઉંચકી રહેલા અને અગાઉની જેમ કાશ્મિરી પંડિતો અને શીખોના નામ પૂછીને હત્યા કરનારાઓની સામે વેળાસર વળતો ગોલી કા જવાબ ગોલી સે આપવો પડશે.

કાશ્મિરમાં આતંકીઓએ ખીણ પ્રદેશમાં ભાજપમાં 27 મૂળ કાશ્મિરી કાર્યકરોની હત્યા કરી છે, જેથી કોઇ મૂળ કાશ્મિરી ભાજપને સાથ ના આપે. કેટલાક સરપંચોની હત્યા કરી છે અને જવાનો પર હુમલા કરવાની સાથે હવે હિન્દુઓ-શીખોને નિશાન બનાવીને જેમ કાશ્મિરી પંડિતોને બાલબચ્ચા સાથે જીવ બચાવવા ખીણ પ્રદેશ છોડવાની ફરજ પડી તેમ આતંકીઓ શીખો પણ ખીણ પ્રદેશમાંથી ડરીને જતાં રહે તેમ એક શાળામાં જઇને શિક્ષકોને ભેગા કરીને નામ પૂછીને એક શીખ શિક્ષક અને એક હિન્દુ શિક્ષકને અલગ કરીને શાળામાં જ બીજા શિક્ષકોની સામે મારી નાંખ્યાં. સ્વાભાવિક છે કે તેનો ડર તો રહેવાનો જ. અને આ ડરને કારણે કાશ્મિરી પંડિતો એટલે હિન્દુઓ હજુ ખીણ પ્રદેશમાં જઇને મોટી સંખ્યામાં વસી શક્યા નથી. જે વસ્યા તેમાંથી એકની દુકાનમાં જઇને હત્યા કરી નાંખી.

ચીનને પણ ઠમઠોરવાની જરૂર છે. ભારત હવે 1962નું ભારત નથી. ભારતે અમારી સીમામાં ઘૂસીને અમારા સૈનિકોને હણી નાંખ્યા….એવી ફરિયાદ ચીન કરે એવુ ભારતે કરવુ પડે. રાજનીતિમાં કૂટનીતિ હોય છે અને તેમાં બધુ ચાલે છે. ભારતે પોતાના જૂના દોસ્તાર રશિયાનો સાથ લઇને વિશ્વાસમા લઇને ભારત ચીન માટે માથાનો દુખાવો બની જાય એ હદે ચીનને પરેશાન કરવુ જોઇએ. ચીન તાઇવાનમાં ફાઇટરો પ્લેનનો કાફલો મોકલીને તાઇવાનને બિવડાવે છે એમ ભારતે રફાલ સહિત અન્ય લડાકૂ ફાઇટર પ્લેન તિબેટ ઉપરથી ઉડાડીને ચીનને સંદેશો આપવો જોઇએ કે, ખબરદાર.. ભારત જેવા સાથે તેવા..ની નીતિ પણ અપનાવે છે, પૂછો ગોરાઓની સરકારને….!

 64 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી