September 28, 2020
September 28, 2020

WHOનો દાવો, પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારત કોરોના સામેની જંગ જીતી જશે..!

કોરોના વાયરસની જંગમાં ભારતના પ્રદર્શન એ અમેરિકા સહિત દુનિયાના કેટલાંય દેશોને અસર કરી છે. ત્યાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ મહામારીથી મુકાબલા માટે ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.WHOએ કહ્યું કે સંયુકત રાજ્ય અમેરિકા, બ્રાઝીલ અને ભારત જ્યાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થયો છે, હજુ પણ મહામારીને હરાવીને ટોચ પર પહોંચવાની ક્ષમતા ધરાવે છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ.માઇક રેયાન એ કહ્યું કે ભારત, અમેરિકા અને બ્રાઝીલ શક્તિશાળી, સક્ષમ, લોકતાંત્રિક દેશ છે, તેમની પાસે આ બીમારીથી ઉકેલવા માટે જબરદસ્ત આંતરિક ક્ષમતા છે.    

અમેરિકા દુનિયામાં સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. બીજા નંબર પર બ્રાઝીલ છે અને ત્યારબાદ ભારતનો નંબર આવે છે. રોયટર્સ ટેલીના મતે અમેરિકામાં કોરોના વાયરસના મામલે ગુરૂવારના રોજ 4 મિલિયનથી વધુ થઇ ગયો છે. અહીં દરેક કલાક સરેરાશ 2600થી વધુ નવા કેસ નોંધાયા છે. તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોનાની વિરૂદ્ધ જંગમાં ભારતના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વ્યાપક સ્તર પર ટેસ્ટિંગના મામલામાં અમેરિકા બાદ ભારતનો નંબર આવે છે.          

છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. અહીં ગુરૂવારના રોજ 49310 નવા કેસ સામે આવ્યા છે. આની પહેલાં એક દિવસમાં આટલા કોરોના દર્દી કયારેય આવ્યા નથી. સાથો સાથ છેલ્લાં 24 કલાકમાં 740 લોકોના મોત થઇ ચૂકયા છે. ભારતમાં કુલ કોરોના દર્દી વધીને 1287945 થઇ ચૂકયા છે. તો 817209 લોકો આ બીમારીથી સ્વસ્થ થઇ પોતાના ઘરે પહોંચી ચૂકયા છે. અહીં મહામારીથી મોતનો આંકડો 30601 પહોંચી ચૂકયો છે.

 341 ,  13 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર