શહીદ પાઇલટ સમીર અબરોલની પત્ની જોડાશે હવાઇ દળમાં

નવી દિલ્હી : ભારતીય હવાઇ દળના સ્ક્વોડ્ર્ન લીડર સમીર અબરોલ શહીદ થયા બાદ એની પત્ની ગરિમાએ પતિની જવાબદારી પૂરી કરવાનું બીડું ઝડપ્યુ હતું. એણે હવાઇ દળની આકરી તાલીમ પૂરી કરી હતી અને 2020માં ગરિમા ભારતીય હવાઇદળમાં ઔપચારિક રીતે જોડાઇ જશે.

સ્ક્વોડ્રન લીડર સમીર મિરાજ વિમાનને નડેલા અકસ્માતમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં શહીદ થયા હતા. ત્યારબાદ પોતાના કુટુંબીઓની રજા લઇને ગરિમાએ હવાઇ દળની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો અને તાલીમ શરૂ કરી હતી.

2020ના જાન્યુઆરીમાં ગરિમા ઔપચારિક રીતે હવાઇ દળમાં જોડાઇ જશે. સમીર જે જેટ વિમાન ઊડાવી રહ્યા હતા એ ટેસ્ટિંગ માટે હતું. એને અપગ્રેડ કરવા માટે બેંગલોર લઇ જવાતું હતું.
ગરિમાને હવાઇ દળમાં તક આપવાનો પ્રસ્તાવ એરફોર્સ એકેડેમી અ્ને એરફોર્સ સિલેક્શન બોર્ડને મોકલવામાં આવ્યો હતો. આ બંને સંસ્થાએ ગરિમાની અરજી સ્વીકારી લીધી હતી અને એને તાલીમ માટે નિમંત્રિત કરી હતી. ગરિમા એરફોર્સની આકરી તાલીમ ધીરજ ભેર લેતી રહી હતી.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી