અમદાવાદ : પતિએ મહિલાને પૈસા ટ્રાન્સફર કર્યાનો મેસેજ પત્ની જોઇ ગઇ, પછી…

પતિ સાસરીયા સામે નરોડા પોલીસ મથકમાં પરણિતાએ ફરિયાદ નોંધાવી

શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ તેના પિયર આવ્યો ત્યારે તેની હાજરીમાં તેની મહિલાને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તે મેસેજ તે જોઇ ગઇ હતી. જો કે, ત્યારબાદ વોટ્સએપ ચેક કરતા તેના પતિએ ચેટ ડીલીટ કરી દીધું હતું. આટલું જ નહીં પતિ ઝઘડો કરી તેને માર મારતો અને કહેતો કે, આ બધું સહન કરી ને રહેવું પડશે નહીં તો અહીંથી ચાલી જા મને તારામાં કોઈ રસ રહ્યો નથી. મારે બીજા લગ્ન કરવા છે મને છૂટાછેડા આપી દે. પતિ સહિતના સાસરીયાથી કંટાળી પરણિતાએ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના નરોડામાં રહેતા 23 વર્ષીય માનસી (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) કઠવાડા ખાતે નોકરી કરે છે. વર્ષ 2019માં તેના લગ્ન વડોદરા ખાતે રહેતા મનોજ સાથે થયા હતા. લગ્ન બાદ માનસી તેના સાસરે રહેવા ગઇ હતી. એક માસ બાદ તેને બીકોમની પરીક્ષા હોવાથી તે તેના પિયર પરીક્ષાની તૈયારી કરવા આવી હતી. આ સમયે માનસીને મનોજની યાદ આવતા ફોન કરતી હતી ત્યારે પતિનો ફોન અવારનવાર વ્યસ્ત આવતો હતો અને તેનો પતિ તેની સાથે વાત કરતો ન હતો. જ્યારે પણ ફોનમાં વાત કરે ત્યારે બોલાચાલી ઝઘડો કરી અને રાખવી નથી તેમ કહી તેને ત્રાસ આપતો હતો.

એક વર્ષ પહેલા તેનો પતિ માનસીના ઘરે ચારેક દિવસ રહેવા આવ્યો હતો ત્યારે તેનો પતિ ફોન ઉપર કોઈ સાથે વાતો કરતાં આ યુવતીને શંકા ગઇ હતી. જેથી માનસીએ તેના પતિના ફોનમાં વોટ્સએપ મેસેજ જોયા હતા. જેમાં તેના પતિએ સ્નેહા નામની સ્ત્રીને રૂપિયા 2000 ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે તાત્કાલિક તેના મનોજે માનસીને બીજા મેસેજો વાંચવા દીધા ન હતા અને ચેટ ડિલીટ કરી નાખ્યું હતું.

બાદમાં માનસીએ સ્નેહાનો મોબાઇલ નંબર લઇ તેની સાથે વાત કરવા ફોન કર્યો પરંતુ સ્નેહાએ માનસી સાથે વાત કરી ન હતી. આ બાબતની જાણ માનસીએ તેનાં સાસુ અને સસરાને કરતા તે બંનેએ દિકરાનું ઉપરાણું લઇ ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે તેનો પતિ જે કરે તે તેને કરવા દેવાનું તું ખાઈ પીને પડી રે. બાદમાં મનોજ માનસી સાથે કોઈ વાતચીત કરતો ન હતો અને કંઈ કહેવા જાય તો તેને માર પણ મારતો હતો. માનસીને ઘરના કામ અને રસોઈ આવડતી નથી તેમ કહી સાસરિયાઓએ ત્રાસ આપતા હતા. જ્યારે જ્યારે માનસીના સાસરિયાનો ત્રાસ આપતા ત્યારે તે તેના મનોજને જણાવતી ત્યારે તેનો પતિ ઝઘડો કરી તેને માર મારતો અને કહેતો કે, આ બધું સહન કરી ને રહેવું પડશે નહીં તો અહીંથી ચાલી જા મને તારામાં કોઈ રસ રહ્યો નથી. મારે બીજા લગ્ન કરવા છે મને છૂટાછેડા આપી દે.

દહેજ આપ્યું નથી પરાણે ગળે ઘંટ બાંધ્યો છે- સાસુ-સસરાનો ત્રાસ

માનસીના સાસુ-સસરા તેને કહેતા હતા કે, તારા બાપે દહેજ આપ્યું નથી અને પરાણે ગળે ઘંટ બાંધ્યો છે, અમે તને અમારા ઘરની વહુ માનતા નથી તો છૂટાછેડા આપી દે. અમને અમારા છોકરા માટે પૈસાદારની છોકરી જોઈએ છે, તો છૂટાછેડા આપી દે. આ પ્રકારના અવારનવાર ત્રાસ આપી લાખો રૂપિયા દહેજ માંગી માનસીને ત્રાસ આપતા યુવતીએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 29 ,  1