પતિને આત્મહત્યા માટે મજબુર કરનાર પત્નીના જામીન કોર્ટે ફગાવ્યા

પત્નીના પ્રેમી સાથેના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લગાવ્યો હતો ફાંસો

ચાંગોદર વિસ્તારમાં પત્નીના પ્રેમી સાથેના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થઇ ગયા હતા. જેથી કંટાળી પતિએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ મામલે ફરિયાદ નોંધાતા પત્નીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, ગ્રામ્ય કોર્ટના જજ જે.એ.ઠક્કરે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે, અગાઉ પણ આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી હતી. ત્યારે હવે આરોપીને જામીન આપી શકાય નહીં. 

પતિને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર પત્ની ખુશ્બુ બારોટે આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ફરિયાદ ચાર મહિના મોડી છે, પહેલાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો પછી દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ થઇ હતી. બે બાળકો છે જેની જવાબદારી મારી છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું.

અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી રજૂઆત કરી હતી કે, ચાંગોદર પાસેના મૌરેયા ગામમાં શંભુભાઈ રાજેન્દ્રભાઈ બારોટ તેઓની પત્ની ખુશ્બુ અને બે દીકરાઓ સાથે રહેતા હતા. પત્ની ખુશ્બુને કોઈ કરણ નામના છોકરા સાથે અનૈતિક સંબધો હોવાથી પતિ દ્વારા સંબધ ન રાખવા અવારનવાર સમજવામાં આવતી પરંતુ પત્ની ખુશ્બુએ કરણ સાથે અનૈતિક સબંધો ચાલુ રાખેલ અને જે અનૈતિક સબંધોના ફોટા અને વિડીયો પત્ની ખુશ્બુના મોબાઈલમાં મળી આવતા, પતિ પત્ની વચ્ચે તકરાર ચાલતા ખુશ્બુ રિસાઈને પિયરમાં જતી રહેલ. જેથી પતી શંભુભાઈએ સમગ્ર ઘટના અંગે તેઓના ભાઈને જાણ કરી અને તેઓના ભાઈ ભરતભાઈએ સમાધાન માટે થલતેજ ખાતે તેઓના માસીના ઘરે પતી શંભુ અને પત્ની ખુશ્બુને બોલાવેલ અને પતિએ શંભુ અને પત્ની ખુશ્બુને સજાવેલ પરંતુ તેઓ સમજેલ નહિ.

તેમણે વધુમાં દલીલ કરી હતી કે, ખુશ્બુએ તેના પતિને કહેલ કે મારે તારી સાથે રહેવું નહિ તને છૂટાછેડા આપવી દેવા છે અને હું કરણ સાથે પ્રેમ સંબધો ચાલુ જ રાખી તેમ કહી તેના પિયરમાં જતી રહેલ અને કરણ અને ખુશ્બુએ અનૈતિક સબંધો ચાલુ રાખેલ અને કરણ અને ખુશ્બુએ તેના મોબાઈલમાં અનૈતિક સબંધોના ફોટા પાડેલ તે ફોટા અને વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થઇ ગયા હતા.

જેથી શંભુભાઈએ 8 ઓગસ્ટ 2020ના રોજ રાત્રીના પોતના ઘરમાં પંખા સાથે સાડી બાંધી તેને ગાળામાં બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આરોપી સામે તપાસ જારી છે ત્યારે આવા કેસમાં જામીન આપી શકાય નહીં.

 90 ,  3