ભલભલા ભાયડાઓને તપી જાય એવી દબંગ મહિલા સરપંચનો વીડિયો વાયરલ

બિલ્ડરના વચેટીયાને જોખી જોખીને આપી મણ મણની ગાળો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસના સામરવરણી ગામની મહિલા સરપંચનો એક વીડિયો સોશિયલ મીડિમાં વાયરલ થયો છે. જેમાં મહિલા સરપંચ અરજદારને મા-બેન સામે ગંદી ગાળો હોલતા નજરે ચડી રહ્યા છે. પોતાને ભદ્ર સમાજની ગણાવતી અને સરપંચ જેવા હોદ્દા પર બેસી આવા અપશબ્દો બોલતી મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

દાદરા નગર હવેલીમાં સામરવરણી ગામે મહિલા સરપંચ તરીકે કાર્ય કરી રહેલા એવા કૃતિકા અજય ભરત સેલવાસમાં પ્રશાંત ડેવલોપર્સનું લાયઝનિંગનું કામ કરતા નિલેશ નામના ઇસમ સામે એલફેલ શબ્દો ભાંડી જીભાજોડી કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં કોઈ ફાઇલના સહી સિક્કાને લઈને તેમજ ટેક્સની રકમને લઈને બોલાચાલી થઈ રહી છે. જેમાં સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત બેફામ ગાળો ભાંડી રહ્યા છે.

વાયરલ વિડીયોમાં જેને ગાળો અપાઈ રહી છે તે વ્યક્તિ સેલવાસ-વાપીના જાણીતા પ્રશાંત ડેવલોપર્સ ગ્રુપના બિલ્ડર દેવસી ભાટુના પ્રોજેકટ માટે લાયઝનિંગનું કામ કરી રહેલો નિલેશ નામનો માણસ છે.

જો ગામના એક મહિલા સરપંચ અન્ય લોકોની હાજરીમાં જ ગ્રામ પંચાયતની ઓફિસમાં પોતાના હોદ્દાની ખુરશીમાં બેઠાં બેઠાં એક પુરુષ અરજદારને આવી રીતે બેફામ ગાળો ભાંડતા હોય, તેનો પતિ પણ સૂરમાં સૂર પુરાવતો હોય તો ગામના અન્ય લોકો સાથે આ  સરપંચ દંપતી કેવો વ્યવહાર કરતા હશે તે વિચારવું રહ્યું. એક શિક્ષિત અને સભ્ય સમાજની મહિલા સરપંચના હોદ્દા પર બેઠેલી મહિલા ગ્રામ પંચાયતમાં જ બેસી અરજદારો સાથે આવું અભદ્ર વર્તન અને ધમકીની ભાષામાં દાદાગીરી કરતી હોય તો આવા અસભ્ય લોકોને ચૂંટી અને પોતાના પ્રતિનિધિ બનાવતા મતદારોએ પણ હવે વિચારવું જોઈએ.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી