લ્યો બોલો : વિમાનમાં મહિલાએ બિલાડીને કરાવ્યું સ્તનપાન….

ક્રુ મેમ્બરે રોકી તો કર્યું કંઇક એવું કે…

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના પાલતુ પ્રાણી સાથે બાળકની જેમ વર્તે છે. તેમને સ્નેહ આપવાની રીત બાળક જેવી છે. પરંતુ જો કોઈ મહિલા તેના પાલતુ પ્રાણીને સ્તનપાન કરાવે તો? પરંતુ આવું જ કંઈક અમેરિકા એરલાઈનની ફ્લાઈટમાં જોવા મળ્યું. આમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ અચાનક પોતાની પાલતુ બિલાડીને સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું. ફ્લાઈટમાં તમામ લોકોને આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા.

ફ્લાઈટ સ્ટાફનો આરોપ છે કે તેમના દ્વારા રોકવામાં આવ્યા બાદ પણ મહિલા રોકાઈ ન હતી અને બિલાડીને પોતાનું દૂધ પીવડાવવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટના સાથે જોડાયેલી કેટલીક માહિતી અને ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે હજુ સુધી મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

ફોક્સ 59ના રિપોર્ટ અનુસાર મહિલા ન્યૂયોર્કથી અમેરિકાના એટલાન્ટા જઈ રહી હતી. તે જ્યોર્જિયામાં ડેલ્ટા પ્લેનમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન તે પોતાની બિલાડીને સ્તનપાન કરાવતી વખતે એર હોસ્ટેસના હાથે ઝડપાઈ ગઈ હતી. આ જોઈને ક્રૂ મેમ્બરોએ મહિલાને રોકી અને બિલાડીને બેગમાં પાછી મુકવા કહ્યું. જોકે, મહિલાએ તેની વાતને અવગણીને બિલાડીને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખ્યું હતું.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી