પતિ-ભાઇઓને કેસમાં ફસાવી ધમકી બાદ મહિલાએ ફિનાઇલ પી લીધુ

સરદારનગર પોલીસ મથકમાં ગુરુકુળ રહેતા યુવક સામે ફરિયાદ

શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિ અને ભાઇને કેસમાં ફસાવી દેવાની ધમકી મળતા તેણે ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાએ ગુરુકુળના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી મહિલાના બે ભાઇઓ સામે વર્ષ 2019 એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો અને તે દરમિયાન ગુરુકુળ વિસ્તારમાં રહેતા રિકીન શાહએ મહિલાને તેના ભાઈઓને છોડાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થતા અવારનવાર ફોન પર વાતચીત થતી હતી. જોકે તે અંગેની જાણ મહિલાના પરિવારને થતાં સરદારનગરમાં આ અંગે અરજી કરવામાં આવી હતી. જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.

ત્યારબાદ રિકીન મહિલા પાસે તેના ભાઈઓને છોડાવવા માટે થયેલા ખર્ચ આપવા માટેનું કહેતો હતો અને તેની સાથે સંબંધ રાખવા માટે કહેતો હતો. બાદમાં 7મી ડિસેમ્બરે રીકિનનો ફોન આવ્યો હતો અને મહિલાના પતિ અને તેને જોઈ લેવાની ધમકી આપી હતી. ઉપરાંત તેના બંને ભાઈઓને ફસાવી દેવાની ધમકી આપી હતી.

પછી 5મી જાન્યુઆરીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનથી મહિલા પતિ પર ફોન આવ્યો હતો અને સામેવાળા વ્યક્તિએ કહ્યું હતું કે, એરપોર્ટ પોલીસ મથકમાં તમારી વિરુદ્ધમાં રીકીનએ અરજી આપેલ છે. એનો જવાબ લખવા માટે તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે. જે બાબતનું મહિલાને લાગી આવતા તેણે ફિનાઇલ લીધું હતું.

જેની જાણ મહિલાના પતિને થતા મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને પોલીસને જાણ કરતા પોલીસે આ સમગ્ર મામલે રીકન સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ આદરી છે.

 23 ,  1