સાબરકાંઠા : આવનારા દિવસોમાં વરસાદ નહિ પડે તો ઉભા પાકો બળીને થશે ખાખ…

સાબરકાંઠા જીલ્લામાં ચાલતી ચોમાસાની સિઝનમાં નહીવત વરસાદ પડવાથી મોંઘા મુલા બિયારણો લાવી પકવેલ પાકોને લઈ જગતનોતાત ચિંતામાં મુકાયોછે જો આવનારા દિવસોમાં વરસાદ નહિ પડે તો ઉભા પાકો બળીને ખાખ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈ ધરતીપુત્ર અણધારી આફતને લઈ ચિંતામાં મુકાયો છે.

ચાલતી ચોમાસાની સિઝનમાં પોતાના પાકો પકવવા માટે મોઘા મુલા બિયારણો લાવી ખેતી લાયક વરસાદથી વાવણી શરુ કરી દીધી છે ત્યારે હાલમાં આ ખેતરોમાં મહામુલા પાકો સરસ મજાના તૈયાર થઇ ચુક્યા છે જ્યારે હાલમાં સમગ્ર રાજ્યભરમાં કેટલાક ઠેકાણે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે સાબરકાંઠા જીલ્લામાં નહીવત વરસાદ પડવાથી પોતાના મહામુલા પકવેલા પાકોને લઈ હાલમાં તો જીલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો આવનારા દિવસોમાં મેઘરાજા પધરામણી નહી કરેતો આ પકવેલા પાકો નિષ્ફળ જાય તેમ છે.

જ્યારે હાલમાં ચાલતી ચોમાસાની સિઝનમાં સાબરકાંઠા જિલ્લામાં નદીનાળા, ડેમ ખાલીખમ ભાસી રહ્યા છે ત્યારે આકાશમાં સંતાકુકડી રમતા હોય તેમ વાદળો કાળા ડીબાંગ જોવા તો મળે છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કોણ જાણે કેમ રીસામણા લીધા હોય તેમ લાગી રહ્યું છે. બીજીબાજુ વરસાદ નહીવત પડવાને કારણે કુવાઓના પાણીના સ્તર પણ ઊંડે ગયા છે જ્યારે હાલમાં આ ઉભા પાકોમાં કેટલીય જીવાતો આવવાથી પાકોનો નાશ થઇ રહ્યો છે આ બધી મહામારીઓથી પીડાતો ધરતીનો તાત આ અણધારી આફતને લઈ મહામુસીબતમાં મુકાયો છે જો આવનારા દિવસોમાં આ વિસ્તારમાં વરસાદ નહિ પડેતો મહામુલો પાક નિષ્ફળ નીવડે તેમ છે જેને લઈ આકાશ તરફ મીટ માંડીને લમણે હાથ દઈ વરસાદની રાહ જોતો ધરતીનો લાલ હાલમાં ચિંતાતુર બન્યો છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી